________________
કોઈ બ્રહ્મરસના ભોગી, કોઇ બ્રહ્મરસના ભોગી; જાણે કોઈ વિરલા યોગી, કોઈ બ્રહ્મરસના ભોગી.
શ્રી સોભાગભાઇ હજુ તો આમ ચિંતવે છે ત્યાં શ્રીમદ્જીએ કહ્યું, ‘આ ગલ્લામાં એક કાપલી છે તે કાઢીને વાંચો.’ તો જે બીજજ્ઞાન દર્શાવવા પોતે આવ્યા હતા તે વાત તેમાં લખેલી જાણતા શ્રી સોભાગભાઇ તો આશ્ચર્યથી દિંગ થઇ ગયા અને ચમત્કાર નિહાળી શ્રીમદ્જીના ચરણોમાં ત્રણ નમસ્કાર કર્યા. આ પછી બન્ને વચ્ચેના સત્સમાગમના અંતે શ્રીમદ્જી અપૂર્વસમાધિમાં લીન થઇ ગયા. અત્યાર સુધીની સાધનામાં પરમાર્થની જે કડી ખૂટતી હતી તે શ્રી સોભાગભાઇના અનુગ્રહથી મળી ગઇ. પરમાર્થ પ્રવૃત્તિમાં ઘણો વેગ મળ્યો. શ્રી સોભાગભાઇને પણ શ્રીમદ્જીમાં સાચા ગુરૂનાં દર્શન થયા. આ બીજજ્ઞાન તે શું ? અથવા સુધારસ તે શું ? શુધ્ધ આત્માનો અનુભવ થાય છે એવું અમોઘ, નિર્વિકારી સત્સાધન, તે બીજજ્ઞાન. આ બીજજ્ઞાનની, સુધારસપાનની, યોગપ્રક્રિયાની પ્રાપ્તિ શ્રી સદગુરૂ કરાવે છે.
પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરૂ ચરન સુપ્રેમ બસે;
વહ સત્યસુધા દરસાવહિંગે, ચતુરાંગુલ હે દુગસે મિલહે; રસદેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગાજુગ સો જીવહી.
Jain Education International
For Person Private Use Only
www.jainelibrary.org