Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 58
________________ आणाए धम्मो आणाए तवो શ્રીમદ્જી તથા પરમસખા શ્રી સોભાગભાઇ સાયલામાં તેમના ઘરે અધ્યાત્મની વાતો કરતા એકબીજામાં ઓતપ્રોત હતા. તે વખતે પૂ. શ્રી સોભાગભાઇના ધર્મપત્ની રતનબા સામાયિક કરવા માટે પાથરણું લઇ ઉપાશ્રય જવા નીકળ્યા. મોક્ષાભિલાષી રતનબાએ કૃપાળુદેવને સંબોધીને કહ્યું “હે ! રાયચંદ મેતા ! આપ બન્ને આખો દિવસ આત્માની વાતો કરો છો તો મારી એટલી વિનંતિ છે કે તમો બન્ને વિમાનમાં બેસી મોક્ષમાં જાવ ત્યારે તમારા વિમાનનો એક દાંડિયો મને પકડવા દેજો’ તેના ઉત્તરમાં શ્રીમદ્જીએ તરત કહ્યું કે, ‘જો તમે સામાયિક ઉપાશ્રયને બદલે મસ્જિદમાં જઇને કરી આવો તો આ બની શકે તેમ છે.” જ્ઞાનીની આજ્ઞા સંસારમાં જતા આડા પ્રતિબંધ જેવી છે તે ન જાણતા શ્રીમદ્જીના આ અર્થગંભીર શબ્દોને રમુજ તથા હાસ્યમાં કાઢી નાખી રતનબા ચાલતા ચાલતા બોલ્યા કે, “સામાયિક કંઇ મસ્જિદમાં જઇને થતી હશે?’ એમ કહી ઉપાશ્રય ચાલ્યા ગયા. ‘મા IIM ધબ્બો મારા તવો’ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ તપ. Jain Education International For Person Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80