Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 54
________________ શ્રી સોભાગભાઈ તથા કુટુંબીજનોનું આધ્યાત્મિક સ્થિતિકરણ પરમકૃપાળુદેવ જ્યારે સાયલા પૂ. શ્રી સોભાગભાઇના ઘરે સિગરામમાં પધારતા ત્યારે તેઓના ઘરમાં આનંદ અને ઉત્સાહ ઉભરાતો. સાક્ષાત્ પ્રભુ ઘરે પધારે છે એવું અનુભવતા શ્રી સોભાગભાઇ સાયલાની શેરીથી ઘરના આંગણ સુધી લાલ જાજમ બિછાવી તે ઉપર ચાલીને પ્રભુને ઘરે પધારવા આગ્રહ ભરી વિનંતી કરતા. ગામવાસીઓમાં કુતુહલ જાગે અને પ્રભુના દર્શનનો લાભ સર્વ પ્રાપ્ત કરે, તેમજ લોકો કલ્યાણની સન્મુખ થાય એવી ઉત્તમભાવના તેઓ ધરાવતા. પૂ સોભાગભાઇના બે પુત્રો મણિલાલ તથા ત્રંબકલાલ, રતનબા, ઉજમબા તથા સાસરે ગયેલી દિકરીઓને આ આનંદના અવસરે તેડાવી પ્રભુના દર્શન તથા સત્સંગના લાભમાં તેઓશ્રી સહભાગી કરતા. પરમકૃપાળુદેવ તથા શ્રી સોભાગભાઇ બન્ને સાયલામાં વધારેમાં વધારે ૧૦ દિવસ એક સાથે રહ્યા હતા. સાત વર્ષના આધ્યાત્મિક સંબંધ દરમ્યાન તેઓ બન્ને પ૬૦ દિવસ સાથે રહ્યા હતા. આમ સરેરાશ વર્ષમાં ૮૦ દિવસ ભેગા રહ્યા હતા.‘તમને અને ડુંગરને જે ખેદ રહે છે, તેથી તે પ્રકાર વિષે અમને અસંખ્યાતગુણવિશિષ્ટ ખેદ રહેતો હશે એમ લાગે છે.કારણકે જે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સ્મરણ થાય છે, તે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે ; અને જીવનો નિત્યસ્વભાવ હોવાથી જીવ આવો ખેદ રાખતાં છતાં જીવે છે ; વળી પરિણામાંતર થઈ થોડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશ પ્રદેશે રી નીકળે છે, અને તેવી ને તેવી દશા થઈ આવે છે, તથાપિ આત્મા પર અત્યંત દૃષ્ટિ કરી તે પ્રકારને હાલ તો ઉપશમાવવો જ ઘટે છે, એમ જાણી ઉપશમાવવામાં આવે છે.” Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80