Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 44
________________ શ્રી રાજ સોભાગનું પ્રથમ ધન્ય મિલન શ્રી સોભાગભાઇએ પિતાજીની આજ્ઞા લઇ ઘણાં જીવોનું કલ્યાણ થાય એવી ઉદાત્ત ભાવનાથી દેશવિખ્યાત શતાવધાની કવિ શ્રીમદ્ રાજચંદ્રજીને પરમયોગ્ય પુરૂષ જાણી જેતપર જઇ બીજજ્ઞાન આપવા વિચાર્યું. જેતપરમાં શ્રીમદ્જી પોતાના બનેવી શ્રી ચત્રભુજ બેચરની દુકાનમાં બેઠા હતા. ૨૩ વર્ષના શ્રીમદ્જી પાસે ૬૭ વર્ષના શ્રી સોભાગભાઇ આવે એ પૂર્વે જ શ્રીમદ્જીના નિર્મળજ્ઞાનમાં જણાયું કે, શ્રી સોભાગભાઇ બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવવા આવી રહ્યા છે, શ્રીમદ્જીએ કાગળની એકે કાપલી લઇ તેના પર શ્રી સોભાગભાઇ બીજજ્ઞાન આપવા આવી રહ્યા છે, એવી નોંધ લખીને તેને દુકાનની ગાદી પાસેના ગલ્લામાં મૂકી રાખી. શ્રી સોભાગભાઇના આવતાં જ શ્રીમદ્જીએ નામ દઇ આવકાર આપ્યો, ‘આવો સોભાગભાઇ, આવો !' શ્રીમદ્જીએ કઇ રીતે પોતાનું નામ જાણ્યું હશે ! એનો વિચાર શ્રી સોભાગભાઇના મનમાં ચમક્ય રહ્યો. શ્રીમદ્જી જ્ઞાનવંત મહાત્મા છે તેવો પોતાનો અભિપ્રાય દ્રઢ ક્રવા શ્રી સોભાગભાઇએ સાયલામાં પોતાના ઘરના બારણાની દિશા પૂછતાં તેનો યથાર્થ ઉત્તર મળતાં તેઓ સાનાંદાશ્ચર્ય પામ્યા. Jain Education International ૪ર For Personal Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80