Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 48
________________ શ્રીમદ્જીનો આત્મિક ઉત્કર્ષ પરમાર્થસખા શ્રી સોભાગભાઇ સાથેનો પરમાર્થ સંબંધ ઉત્તરોત્તર વધતો ગયો. પ્રથમ પત્રમાં (પત્રાંક ૧૩૨) શ્રીમદ્જી લખે છે કે, ‘ક્ષણવારનો પણ સત્પરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે.' એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે. આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો તેમજ આપના સમાગમ માટે મને થયું છે. શ્રી સોભાગભાઇને મળ્યાબાદ સુતા, બેસતા, જાગતા, ઉઠતા, ખાતા, પીતા, હાલતા, ચાલતા સર્વે પ્રવૃત્તિ કરતાં ‘દિનરાત રહે તધ્યાન મહી’ એવું રાત અને દિવસ આ પરમાર્થ વિષયનું જ મનન શ્રીમદ્જીને રહે છે. તેઓ શ્રી સોભાગભાઇને લખે છે કે, “આપના પ્રતાપે આનંદવૃત્તિ છે, પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે, સર્વ સમર્થ પુરૂષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઇ ગયા છે, એ જ્ઞાનની દિનપ્રતિદિન આ આત્માને વિશેષતા થતી જાય છે.” સંવત ૧૯૪૭ માં શુધ્ધ સમ્યગુદર્શનની પ્રાપ્તિ બાદ પરમઉલ્લાસથી તેઓ શ્રી સોભાગભાઇને લખે છે કે, “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિ:સંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ એ વાત સ્વીકારી છે. તન્મય આત્મયોગમાં પ્રવેશ છે, ત્યાંજ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે અને યોગ બહાર પૂર્વકર્મ ભોગવે છે.” ‘આજના પ્રભાતથી નિરંજનદેવની કોઇ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે અને ઘણા દિવસ થયા ઇશ્કેલી પરાભક્તિ કોઇ અનુપમરૂપમાં ઉદય પામી છે.” Jain Education International For Perseys & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80