Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 42
________________ શ્રીમજીને મળતાં પૂર્વના શ્રી સોભાગભાઈ શ્રી સોભાગભાઇના પિતાશ્રી શ્રી લલ્લુભાઇ શેઠ લીંબડી રાજ્યના કારભારી હતા પણ રાજ પ્રપંચના કારણે તે પદ તેમને છોડવું પડયું. તેઓ ભગતના ગામ સાયલામાં આવી વસ્યા. સમય જતાં આર્થિક સ્થિતિ ઘસાવા લાગી. સાધુ સેવાથી કે મંત્ર વિદ્યાથી કોઇ રિધ્ધિસિધ્ધિ મળી જાય તો આર્થિક સ્થિતિ સુધરે એમ માનીને શ્રી લલ્લુભાઇ શેઠ રતલામમાં રહેતા વૃધ્ધ મારવાડી સાધુ પાસે આવ્યા. પણ બન્યું એવું કે એ સાધુ આર્થિક લાભને બદલે અધ્યાત્મ લાભ આપનારા નીકળ્યા. ધનની આવી અનર્થ કામના પ્રગટ કરવા માટે એમણે શ્રી લલ્લભાઇને ઠપક્ષે આપ્યો. શ્રી લલ્લુભાઇએ પોતાના દોષની ક્ષમા માંગી અને નિરપેક્ષ ભાવે સાધુની સેવા સુશ્રુષા કરી. ત્યારબાદ શ્રી લલ્લુભાઇને સુપાત્ર જાણી તે અધ્યાત્મનિષ્ઠ સાધુએ સુધારસ નામની યોગક્રિયાની - બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી. એમ પણ કહ્યું કે, “યોગ્ય પાત્રને તે આપશો તો તેને પણ જ્ઞાન પ્રાપ્તિમાં ઉપકારી થશે.” શ્રી લલ્લુભાઇ સાયલા ગામમાં પાછા આવ્યા. અર્થોપાર્જન કે વ્યવહાર પ્રવૃત્તિ છોડીને આ પરમાર્થ રહસ્યભૂત બીજજ્ઞાનની આરાધના કરવા લાગ્યા. તેઓ તેનું અહર્નિશ ધ્યાન કરતા અને પોતાને જંગમ સામાયિક છે એમ કહેવા લાગ્યા. પોતાના પુત્ર શ્રી સોભાગભાઇને સુપાત્ર જાણી તે બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી. Jain Education International For Persong Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80