Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 40
________________ સત્પુરુષની ચરણરજને સેવવાનો અભિલાષી છું અનંતકાળ થયા જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું ક૨વાથી થાય ? આ કેન્દ્રસ્થ વિચાર પર શ્રીમદ્જીએ ઘણું તત્વમંથન કર્યું છે અને તેનો તાગ મેળવવા ખૂબજ ઝૂર્યા છે. તેવામાં નડિયાદના વતની, પ્રખર વેદાંતી, શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીનો શ્રીમદ્ભુને વવાણિયામાં મેળાપ થયો. ત્રિપાઠીજીની વિદેહી દશા તથા ધર્મસંબંધી માધ્યસ્થ, ઉચ્ચ અને સરળ વિચારોને કારણે શ્રીમદ્જીને તેઓ પ્રત્યે ખૂબ આદરભાવ જાગ્યો. પરસ્પર પરિચય વધારવા શ્રીમદ્જીએ પત્ર વ્યવહાર શરૂ કર્યો હતો. પોતાની આધ્યાત્મિક પિપાસાને તૃપ્ત ક૨વા શ્રીમદ્ઘ વિનંતી કરે છે, ‘હું અર્થ કે વય સંબંધમાં વૃધ્ધ સ્થિતિવાળો નથી તોપણ કંઇ જ્ઞાનવૃધ્ધતાને આણવાને આપના જેવા સત્સંગને, તેમના વિચારોને અને સત્પુરૂષની ચરણરજને સેવવાનો અભિલાષી છું. ઘણા વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલ બ્રહ્મવિદ્યાનું આપના જ મુખેથી શ્રવણ થાય તો જ શાંતિ છે.’ હૃદયની નિર્મળતાએ કરેલી આ ઇચ્છાની પૂર્તિ શ્રી સોભાગભાઇના મિલનથી પૂર્ણ થઇ. Jain Education International 213 2821 For Person Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80