Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
શ્રી સોભાગભાઈને મળતાં પૂર્વના શ્રીમજી
સંવત ૧૯૨૪ ની કાર્તિકી પૂર્ણિમાના રોજ વવાણિયા ગામે માતા દેવમાની કૂખે જન્મેલા શ્રીમદ્જીને સાત વર્ષની વયે જાતિસ્મૃતિજ્ઞાન પ્રગટયું હતું. અતિશય સ્મરણશક્તિ અને તેજરવીતાને કારણે બે વર્ષમાં સાત ધોરણનો શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આઠમે વર્ષે પ્રથમ કવિતા રચનાર શ્રીમદ્જી કવિ રાયચંદ તરીકે પ્રસિધ્ધિ પામ્યા. તેરમે વર્ષે શ્રીમદ્જી પિતાને સહાયભૂત થવા દુકાને બેસવા લાગ્યા. ૧૩ થી ૧૬ વર્ષના ધર્મ મંથનકાળના અંતે જૈન અનેકાંતવાદ સિધ્ધ થતા ૧૬ વર્ષ અને ૫ માસની વયે જૈન દર્શન પ્રભાવક “મોક્ષમાળા” નું મંગળ સર્જન કર્યું. મુંબઇમાં સર ફરામજી કાવસજી ઇન્સ્ટીટયુટમાં શ્રીમદ્જીએ શતાવધાન શકિતનો પરિચય આપ્યો હતો. તેઓશ્રીને ‘હિન્દના હીરા” તથા “સાક્ષાત્ સરસ્વતી’ ના ઇલ્કાબો મળ્યા હતા. જ્યોતિષશાસ્ત્રના પારંગત શ્રીમદ્જી મુલ્કમશહુર બન્યા પણ અંતરંગ ત્યાગી શ્રીમદ્જીનું જીવન લક્ષ જુદું હતું. તીવ્ર વૈરાગી શ્રીમદ્જીને સર્વસંગ પરિત્યાગી થઇ સાધુ થવા ઇચ્છા હતી. પરંતુ માતાની આજ્ઞા ન મળતા નિ:સ્પૃહભાવે, નિર્લેપપણે પોતાનો ઉદય જાણી ઝબકબા સાથે મોરબીમાં લગ્નગ્રંથિથી જોડાઇ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. પ્રામાણિકતા અને નીતિમત્તાના ઉચ્ચ ધોરણ ધરાવતા શ્રીમદ્જીને ઝવેરાત અને આડતનો વેપાર હતો, છતાં તેઓનો ધર્મપુરૂષાર્થ દિનપ્રતિદિન વેગવંતો બન્યો.
Jain Education International
For Persona
Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80