Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 36
________________ તેવી વર્તમાનના ગનાનીની આવે નહિ.’ ‘આ જવાબ ઉપરથી થોડો પ્રશ્ન ઉતર થશે કે અનંતકાળની જીવને ગાંઠ પડી ગઈ. જે વર્તમાનકાળના ગનાનીને (જ્ઞાનીને)માનવું (માનવા)નહીં. અને પૂરવે (પૂર્વ)થઈ ગયેલા ગનાનીને માનવા તેને લીધે આ સંસારી જીવ કરે છે અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છુટશે નહી વળી જેટલા ગનાની પુરૂષ દુનિયામાં થઈ ગયા છે તે બધાએ કચ્ચું (કહ્યું)છે કે પ્રગટ જ્ઞાની વિના કલ્યાણ નહીં તે તે જાણતાં છતાં સંસારી જીવની આંખ ઉઘડતી નથી, શાપ (સાપ)ઘરમાં નીકળે ત્યારે પકડી બહાર મૂકી આવે અને જ્યાં રાફડો હોય ત્યાં પૂજવા જાય પણ ઘેર બેઠાં આવે તારે (ત્યારે)કોઈએ પુજ્યો નહી. વળી કાળાંશવેશી (કેશી)અણગાર પારસનાથના શિષ્ય મહાવિદ્વાન તેની ચરચા થઇ છે છેવટે પરગટ (પ્રગટ)અવતાર મહાવીર સ્વામીના શિષ્ય થાવું પડયું અને (કેટલાં)કાળમાં અનંતકાળે જોગ બન્યો છે તે સંસારી જીવ વિચાર કરતા નથી. પૂર્વે થઈ ગયેલા જ્ઞાની પુરૂષો બધાયે પોકારી પોકારી કહી ગઆ (ગયા)છે. ગમે તો આજ, ગમે તો સો ભવે, ગમે તો અનંત ભવે જ્યારે પ્રગટ ગનાની સમીપમાં થાશો ત્યારે તમારૂં જન્મ મરણ ટળશે. અને પુરવે ગનાની થઈ ગયાં તે જેમ આપણે મનુષ્ય દેખાએ (દેખાયે)છીએ તેવા જ તે દેખવામાં હતા. બાકી તેને જાણવવાળા તેમની સમીપમાં રહેતા તે જાણતા માટે શાસ્ત્રની અનેક જાતની વાતું સાંભળી તમો ભુલોમાં અને તમારે જન્મ મરણ છોડવા હોય તો આ અવસર છે. ફરી ફરી આવો અવસર આવવો નથી. આવો સુગમ ઉપાય બીજો કોઈ નથી બધાય ગનાની પુરૂષ કહી ગયા છે. તેમ કહું છું પછી તમારી મરજી હોય તે પ્રમાણે (રસ્તે)ચઢો. પણ આ વાત અપૂર્વ છે. વારંવાર વિચારવા જેવી છે. તો મુમુક્ષુ જીવ હશે તે વિચારશે.’ (પત્રાંક : ૩૦, સંવત ૧૯૫૨ના જેઠ પેલા સુદ ૧૫, મંગળવાર) Jain Education International ** For Persor Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80