Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 35
________________ ‘પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષજોગે વગર સમજાવ્યે પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે.’ (પત્રક : ૨૪૯) * * ‘પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં; પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે.’ (પત્રાંક : ૪૬૬) Jain Education International ** ‘પૂરવે (પૂર્વ)જે જ્ઞાની થઈ ગયા તેના ભજન અને તેની વાણીના સાસતર (શાસ્ત્ર)ઉપરથી પોતાની અકકલે ચાલો (ચાલ્યો)પણ સંસાર છુટો (છુટયો)નહીં. વર્તમાન કાળમાં ગનાની (જ્ઞાની)પુરૂષ વિચરે છે તેમને કોઈ જીવઓ (જીવો)ઓળખી તેમને આશરે થઈ જાય અગર કોઈ કોઈના વીશવાસી (વિશ્વાસુ)માણસનાં કેવાથી (કહેવાથી)આશરે થઈ જાય તો તેનું કલ્યાણ થાય ? કે ઉપર લખા (લખ્યા)પુરવના (પૂર્વેના)ગનાનીનો (જ્ઞાનીનો)આશરો લેવાથી થાય ? આ પ્રશ્ન હું લેરાભાઈ (લહેરાભાઈ)ગોશળીઆને મગન વિગેરે શામે (સામે)કહું (પુછુ)છું કે વિચારી જવાબ આપો. તારે (ત્યારે)લેરાભાઈ (લહેરાભાઈ)નું કેવું(કહેવું)પૂર્વના થઈ ગયેલા ગનાની (જ્ઞાની)કેવળી તિર્થંકર હતા. અને હાલના ગનાની છંદમછ (છદમસ્થ)છે તો પુરવના (પૂર્વના)ગનાની કરતા અધુરાઈ હોય, માટે જેવી પુરવે થઈ ગયેલ ગનાનીના વચનની પરતીત (પ્રતતીત)આવે For Persona Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80