Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 33
________________ છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે કૃપા દૃષ્ટિ રાખશો. અને દેહને આત્મા જુદો છે. દેહ જડ છે. આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રતિક્ષ (પ્રત્યક્ષ)જુદો સમજામાં (સમજવામાં)આવતો ન હતો પણ દન ૮ થયાં આપની કૃપાથી અનુભવગોચરથી બેફટ પ્રગટ જુદો દેખાય છે. અને રાત દિવસ આ ચૈતન અને આ દેહ જુદા એમ આપની કૃપા દૃષ્ટિથી સેજ થઈ ગયું છે. એ આપને સેજ જાણવા લખ્યું છે. (પત્રાંક : ૫૪) શ્વાસોશ્વાસમાં વસેલા અને રોમે રોમમાં વ્યાપેલા શ્રીમજી પ્રત્યેના શ્રી સોભાગભાઈના સંબોધનો અને સહીઓ સંબોધનો : સાહેબજી, પૂજ્ય તરણ તારણ, પરમાત્માદેવ, પૂ. મહાપુરુષ, બોધ સ્વરૂપ, જોગેશ્વર સાહેબ, પૂ. સાહેબજી, પ્રેમપૂજ, સર્વ શુભોપમાલાયક, પરમ પરમાત્મા, આત્મ દેવ, સકળગુણજાણ, ચિંરજીવી હોજો, શ્રી સહજાન્મસ્વરૂપ સાહેબજી, જગતનો ઉદ્ધાર કરનાર, આત્મસ્વરૂપ, સહજાત્મસ્વરૂપ સ્વામી, કરુણાસિંધુ સદગુરુ ભગવાન, દેવાધિદેવ, સપુરુષ મહાત્મા, કરુણાસાગર, કૃપાનાથ, પરમપુરુષ, મહાપ્રભુજી. સહીઓ સોભાગના પ્રણામ, સેવક સોભાગ, આજ્ઞાંકિત સેવક, સેવક સોભાગના પાયલાગણ, સેવક સોભાગ લલ્લુભાઈના નમસ્કાર, સેવક સોભાગના દંડવત્ નમસ્કાર, આજ્ઞાંકિત દાસના દાસ સેવક સોભાગના નમસ્કાર, “દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન” સોભાગના નમસ્કાર, આજ્ઞાંકિત સેવક પામરમાં પામર સોભાગ લલ્લુભાઈનાં નમસ્કાર. ૩૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80