Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 32
________________ ‘ગોળીઓ તથા હું હાલમાં આત્મસિધ્ધિ ગ્રંથ વાંચીએ છીએ ઘણો આનંદ આવે છે. ગોળીયાએ મુખપાઠ કરી દીધો છે. મારે પણ દોહા ૧૦૧ મુખપાઠ થયા છે. બાકીના થોડે થોડે કરૂં છું રોજ રાત ને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવા મન થતું નથી. આની ટીકા અરથ (અર્થ)આપે જે કરેલ છે તે ટીકા અરથ (અર્થ)મહેરબાની કરી જ્યાં હોય ત્યાંથી મોકલવા કૃપા કરશો.” (પત્રાંક : ૩૮) ‘તો હવે જરૂર સોમવારે ત્યાંથી વીદાય થાઈ અહીં પધારશો. જેમ બપૈયો પેયુપયુ કરે છે તેમ અમે સર્વે તલખીએ છીએ.” ‘ગોરાળીઓ આત્મસિધ્ધિ ગ્રંથ વાંચે છે અને વિચારે છે. તેમજ હું પણ તે વાચું છું. દુહા ૧૩૪ મુખપાઠે કરા (કર્યા) છે. અને વિચારતા ઘણો આનંદ આવે છે. વળી પાંચ મહીના થયાં તાવ આવે છે. તે જો આત્મસિધ્ધિ ગ્રંથ આપે મોકલાવ્યો ન હોત તો આજસુધી દેહ રહેવો મુશ્કેલ હતો. ગ્રંથ વાંચી આનંદ આવે છે તેથી જીવું છું.” (પત્રાંક : ૩૯) * * ‘અહીંના મુમુક્ષુ જીવ જેમ પાણી વિના માછલી તલખે (તલપાપડ થાય)તેમ દરશન (દર્શન)માટે તલખે છે.” (પત્રાંક : ૪૧) * * ‘આ કાગળ છેલ્લો લખી જણાવું છું જેઠ સુદ૯ બુધવારે મરતક છે એવો આગળ ભાસ થયેલ તે સુદ ૯ નું બન્યું નહિં છતાં તે તારીખ ગઈ તો જેઠ વદ ૯ ને બુધવાર છે. ઘણું કરી તે તારીખે મરતુક થાશે. એમ ખાત્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80