Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 13
________________ શ્રી ગુરુની આજ્ઞામાં જે શિષ્યનો સ્વછંદ ઓગળી રહ્યો હોય, ઈન્દ્રિયોના વિષયોથી મુકત બની અતીન્દ્રિય તરફનું જેનું વલણ હોય, અંતર સંશોધન કરી આત્મગવેષણાની તલપ હોય, કલેષિત પરિણામો ઉપશમાવ્યા હોય, એવા કેવળ મોક્ષાભિલાષી સુપાત્ર શિષ્યને, તે યોગપ્રક્રિયા - બીજજ્ઞાન - ગુરુગમજ્ઞાન એવું સુધારસપાનનું અમોઘ નિર્વિકારી સત્સાધન શ્રી સદગુરુ પ્રાપ્ત કરાવે છે. પ્રથમ શિષ્યની સાધકદશા, ત્યારબાદ પરમાર્થ પરમાર્થ સ્વરૂપે શ્રીગુરુ પાસેથી મળેલું સસાધન, તે સત્સાધન વડે થતી ઉચ્ચતમ સાધના અને અંતે મળતી સિધ્ધિ, આમ ક્રમિક આત્મવિકાસ થાય છે. જેથી અનેક મુમુક્ષુ આત્માઓના જીવનમાં આમૂલ પરિવર્તન સર્જાયું. જ્ઞાનવૃધ્ધ બાપુજી વયોવૃધ્ધ થતાં, પોતાની હાજરીમાં જ પોતાના ગુરુપદનો ત્યાગ કર્યો હતો. પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતા સમાન, સ્થિરચિત્ત, એવા પૂ.ભાઇશ્રી (શ્રી નલીનભાઇ કોઠારી)તથા પૂ. ગુરુમૈયા (શ્રી સગુણાબેન સી. યુ. શાહ)ને શાલ ઓઢાડી પોતાનો આધ્યાત્મિક વારસો સોંપી, આશ્રમ તથા મુમુક્ષુઓના ભાવિ માટે નિશ્ચિંત થઇ ગયા હતા. જેમાં એક અનુભવી પિતા પોતાના સંસ્કારી, પરિપકવ સુપુત્રને ગાદી સોપે અને તમામ અધિકારો તથા જવાબદારીથી નિવૃત્ત થાય તેમ બાપુજીએ સહજ રીતે દીર્ધ દૃષ્ટિપૂર્વક કર્યું હતું. પ. પૂ. બાપુજીની જેમ પૂ. ભાઇશ્રીએ પોતાનો યોગક્ષેમ આશ્રમને સમર્પિત કર્યો છે. એમના તરફથી બાપુજીને અનુસરતો વાત્સલ્ય ભાવ અને અધ્યાત્મનું પોષણ સર્વ મુમુક્ષુને મળવા લાગ્યું. શાંત, ધીર, ગંભીર સદાય ચહેરા પર આત્મ પ્રસન્તાથી સ્મિત પથરાયેલ રહે છે એવા પૂ. ભાઇશ્રીએ પૂ. બાપુજીના મનનાં ઉત્તમ ભાવો અને ઇષ્ટ મનોરથોને એક પછી એક પૂર્ણ કર્યા છે. પ.પૂ. બાપુજી તથા પ. પૂ. ગુરુમૈયાનો દેહવિલય થયા Jain Education International For Personal & Avate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80