Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 12
________________ આત્મસાધનાના શિખર સર કરવા હોય તેને માટે નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આવેલ આ આશ્રમ દિવ્યધામ સમાન છે. વિશાળ દૃષ્ટિ ને માધ્યસ્થવૃત્તિ ધરાવતા પ. પૂ. બાપુજી અનુભવી સંતોની પ્રેરકવાણીના હિમાયતી હતા. અનેક ચિત્ર વિચિત્ર વિચારો, માન્યતાઓ અને કર્મ પ્રકૃતિ ધરાવતા માનવીઓને પ્રથમ માર્ગાનુસારી અને ત્યાર પછી તેઓ મુમુક્ષુ-સાધક બની રહે તે માટે પૂ.બાપુજીએ વિચક્ષણ બુધ્ધિથી સવારથી રાતનો સાધનાક્રમ ગોઠવી આપ્યો, તે પ્રમાણે પ્રથમ પરોઢિયે ધ્યાન, ત્યારબાદ આજ્ઞાભકિત, જિનાલયમાં સમૂહ ચૈત્યવંદન, દિવસમાં ત્રણવાર સ્વાધ્યાય-સત્સંગ, આત્મસિધ્ધિશાસ્ત્રનું સમૂહ પઠન અને રાત્રે ભજન. ભગવાન મહાવીરે પ્રરૂપેલા મૂળ માર્ગની ઓળખ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો દ્વારા અહીં અપાય છે. તેમજ સંપ્રદાયની સંકુચિતતાને સહેજપણ સ્થાન ન આપતા જૈન અને જૈનેતર સંતોની અનુભવ જ્ઞાનગંગામાં મુમુક્ષુઓને ઝબોળી ઝબોળીને પવિત્ર કરી વિશાળ ગુણગ્રાહ્ય જીવનદૃષ્ટિ તેમના અંતરમાં સ્થાપવાનો પ્રયાસ કરાય છે. ‘જનસેવા એ જ પ્રભુ સેવા’ના સૂત્રને અનુસરી જનહિતની પ્રવૃત્તિઓ દ્વારા નિષ્કામ કર્મયોગ, સદેવ, સદગુરુ અને સધર્મ પ્રત્યેની શ્રધ્ધા, સ્તવના, પૂજના તે ભકિતયોગ તેમજ આત્માનાં ગુણલક્ષણોનું ચિંતન તે જ્ઞાનયોગ. આમ નિષ્કામ કર્મયોગ, ભકિતયોગ અને જ્ઞાનયોગના સુભગ સમન્વયે ત્રિવેણી પુરુષાર્થ અલૌકિક પરિણામ લાવે છે. Jain Education International For Perseqo & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80