Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 10
________________ પ્રશ્નના ભગવાન મહાવીરે આપેલા ઉત્તર વડે જેમ ગણધરવાદ સર્જાયો, કયપુત્ર ધનુધારી અર્જુનના મનના વિષાદને દૂર કરવા ભગવાન શ્રી કૃષ્ણ ગીતા ગાઈ તેમ જ ભવ્ય શ્રી સોભાગભાઈના પરસ્પરના સંબંધથી સ્વતંત્ર શાસ્ત્ર આત્મસિધ્ધિની જગતને પ્રાપ્તિ થઈ. જેમ જેમ સમ્યગદર્શન વિશુધ્ધ થતું ગયું તેમ તેમ સોભાગભાઈનો પારમાર્થિક ઉપકાર વધુ વેદાતો ગયો અને તે સોભાગભાઈ ઉપરના પત્રોમાં સ્પષ્ટ રીતે આલેખાયો છે.. પરમાર્થ મિત્રોની વહાલપને સૂક્ષ્મતાએ સમજવા તેનું સચિત્ર વર્ગીકરણ કરાયું છે. આ બન્ને દિવ્યાત્માઓની પારમાર્થિક ઓતપ્રોતતા, આધ્યાત્મિક પ્રેમગાથાનું સચિત્રદર્શન કરાવતી આ લઘુ પુસ્તિકા આપણા આત્મિક પ્રદેશોને રોમાંચિત કરાવી, સહજસુખ પામવાનું સાધન બને એવી શુભ ભાવના છે. આમાં ક્ષતીઓ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશોજી. શ્રીમદ્જીના અનન્ય શિષ્ય, ભક્ત શિરોમણી હોવા ઉપરાંત જેમને પરમાર્થ સખા હોવાનું અનન્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવા પૂજ્ય શ્રી સૌભાગ્યભાઇને તેમજ કેવળ લગભગ ભૂમિકાને પહોંચેલા અર્વાચીનકાળના મહાજ્ઞાની શ્રીમદ્જીને કોટી કોટી નમસ્કાર હો! નમસ્કાર હો! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80