Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 17
________________ * પરમકૃપાળુદેવના પૂ. સોભાગભાઈ માટેના ઉદ્ગારો * આપણી સૌની નજર અમૃતસિંધુ શ્રીમજીને જોઈને ઠરે છે, જ્યારે મોક્ષદાયી જ્ઞાન માટેના પરમ યોગ્ય સર્વોચ્ચ પાત્ર આત્મકાર શ્રીમદ્જીના અમીનેત્રો પ.પૂ. સોભાગભાઈને જોઈને ઠર્યા. કૃપાળુનો વિરહ સૌને વેદાયો જ્યારે કૃપાળુને સોભાગભાઈનો, કારણ તેમનો સંગ પણ અસંગતાને આપતો. પોતાના હૃદયાસને બિરાજેલા સોભાગભાઈ પ્રત્યે કેવો ઉત્કૃષ્ટ પૂજ્યભાવ ઉમટયો છે તે તેમના જ પત્રોમાં તેમની જ વાણીમાં સ્પષ્ટ આ પ્રમાણે આલેખાયો છે. "क्षणमपि सज्जनसंगतिरेका, भवति भवार्णवतरणे नौका" ‘ક્ષણવારનો પણ સત્પરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે.” એ વાકય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે. ‘આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો; તેમ જ આપના સમાગમ માટે મને પણ થયું છે.” (પત્રીક : ૧૩૨, વર્ષ ૨૩મું) આજે આપનું એક પત્ર મળ્યું. વાંચી સંતોષ થયો. નિરંતર તેવો જ સંતોષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે.” ‘આપનો સમાગમ અધિક કરીને ઈચ્છું છું. ઉપાધિમાં એ એક સારી વિશ્રાંતિ છે. કુશળતા છે, ઈચ્છું છું.’ (પત્રાંક : ૧૩૩, વર્ષ ર૩મું) Jain Education International For Pers141 & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80