Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 23
________________ ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં. સ્વસ્તિ શ્રી સાયલા શુભસ્થાને સ્થિત, મુમુક્ષુજનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણા-દૃષ્ટિ છે જેની, એવા નિષ્કામ, ભકિતમાન શ્રી સુભાગ્ય પ્રત્યે, શ્રી ‘મોહમયી’ સ્થાનેથી...........ના નિષ્કામ વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. (પત્રાંક : ૪૦૨, વર્ષ ૨૫મું) આપના સમાગમની હાલમાં વિશેષ ઇચ્છા રહે છે, તથાપિ તે માટે કંઈ પ્રસંગ વિના યોગ ન કરવો એમ રાખવું પડયું છે. અને તે માટે બહુ વિક્ષેપ રહે છે.” | ‘તમને પણ ઉપાધિજોગ વર્તે છે. તે વિકટપણે વેદાય એવો છે, તથાપિ મૌનપણે સમતાથી તે વેદવો એવો નિશ્ચય રાખજો. તે કર્મ વેદવાથી અંતરાયનું બળ હળવું થશે.” શું લખીએ ? અને શું કહીએ? એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યયી નમસ્કાર સ્વીકારજો. એ જ વિનંતી.” દાસાનુદાસ રાયચંદના પ્રણામ વાંચજો. (પત્રાંક : ૪૫૩, વર્ષ ર૬મું) પરમસ્નેહી શ્રી સુભાગ્ય, ‘આપને પ્રતાપે અત્રે કુશળતા છે. આ તરફ દંગો ઉત્પન્ન થવા વિષેની વાત સાચી છે. હરિ-ઇચ્છાથી અને આપની કૃપાથી અત્રે કુશળક્ષેમ છે.” (પત્રાંક : ૪૬૧, વર્ષ ર૬મું) * * Jain Education International For Personal trivate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80