Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 14
________________ બાદ આજે પ. પૂ. ભાઇશ્રીના સાન્નિધ્યમાં અનેક આત્માઓ વીતરાગનો રાજમાર્ગ પામી પોતાના મનુષ્યભવને સાર્થક કરી રહ્યા છે. સદગુરુદેવના સાન્નિધ્યમાં સામૂહિકપણે અનેક આત્માઓનો સંગઠિત સમ્યફ પુરુષાર્થ એકબીજાને બળ આપનારો નીવડયો છે. આશ્રમમાં સાધકને જોઈતી રહેવાની તથા ભોજનની સાનુકુળ વ્યવસ્થા ગોઠવાયેલી છે, તઉપરાંત તીર્થંકર પરમાત્માનું જિનાલય, સ્વાધ્યાયખંડ, ધ્યાનખંડ, વાંચનાલય, સૌભાગ્ય-સ્મૃત્તિઘર, બાપુજીનું ગુરુમંદિર તથા સમાધિસ્થળ સાધકને અલૌકિક પ્રતીતિ કરાવે તેવા છે. આ ઉપરાંત આશ્રમમાં અન્નપૂર્ણા હોલ, નિજનિવાસ, સાધક-આવાસ, ગૌશાળા, બાલક્રીડાંગણ, પુષ્પવાટિકા, ઓફીસ વિગેરે છે. અહીં દેશ-વિદેશના લોકો આત્મસંશોધન અર્થે આવે છે. એક ધ્યેયને સાધવા માટે અલગ અલગ સ્થળેથી આવેલા સાધકોનો શ્રી સદગુરુના સાન્નિધ્યમાં એક મોટો અધ્યાત્મ-પરિવાર બન્યો છે. પ.પૂ.ભાઈશ્રીની અસીમ કૃપાથી ને દિવ્ય પ્રેરણાથી આત્મગવેષણાનો પુરુષાર્થ વધુ પ્રબળ, નિર્મળ અને લક્ષપ્રેરીત બને, ત્યાગ વૈરાગ્ય ને અનાસકતયોગ અચળપણે પ્રસ્થાપિત થાય તે હેતુએ તેમણે અનેક માનવસેવા અને જનકલ્યાણના કાર્યો શરૂ કરાવ્યા. આંતર વિશુધ્ધિ સાથોસાથ બાહ્યમાં નિષ્કામ કર્મયોગ એમ દ્વિપક્ષી ધર્મભાવયજ્ઞ ઝળહળી ઉઠયો. Jain Education International ૧૨ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80