Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 6
________________ * પ્રસ્તાવના * પ્રગટ આત્માની જ્ઞાનશકિતની સાથે જીવંત સંપર્ક વિકસાવવાથી વ્યકિત જ્ઞાનોપાર્જન કરી શકે છે. દિવ્ય બને છે. સ્પર્શ દ્વારા જ અને સંપર્ક વડે જ, પારસમણિ લોઢાનું સોનું બનાવે છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્જી તથા પ.પૂ.સોભાગભાઈનો આધ્યાત્મિક ઋણાનુંબંધ આયોગાશ્રમની ધરા છે. શ્રી રાજ સોભાગના દિવ્ય સંબંધી થકી આ આશ્રમનું અસ્તિત્વ અને ઓળખ છે. બન્ને આત્માના ગહનતમ હૃદયનું જોડાણ હોવાને કારણે અંતરતમ સંપર્ક સ્થાપિત થયો. શુધ્ધાત્માની અનુભૂતિ વડેજ અને નિશ્ચય સમ્યગ્દર્શનથી જ ધર્મની યથાર્થ શરૂઆત થાય છે, એવું જાણતા શ્રીમજી તેના પુરુષથી હતા. બાળપણથી જ શ્રીમદ્જીનું ઉન્નત જીવન હતું. અતિશય સ્મરણશકિત, જાતિસ્મૃત્તિજ્ઞાન, અધ્યાત્મ કવિ, તલસ્પર્શી શાસ્ત્રાધ્યયન, પ્રચુર વૈરાગ્ય, અવધાન શકિત ધરાવતા શ્રીમજીને આત્માનુભવની, શુધ્ધસગ્ગદર્શનની તીવઝંખના હતી. આવા ૨૩ વર્ષના શ્રીમદ્જીને સંવત ૧૯૪૬ના પ્રથમ ભાદરવા મહિનાની વદ બીજના દિવસે ૬૭ વર્ષના સોભાગભાઈનો મેળાપ થયો. સોભાગભાઈને મળતા કેમ જાણે હંસની ચાંચ પ્રાપ્ત થઈ. દૂધ અને પાણીની જેમ અનંત જન્મોથી પોતાને જે એકરૂપ ભાસતા રહ્યા છે તે આત્મા અને દેહને અલગ પાડવાની યુકિત, બીજજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ મેળાપથી હાડોહાડ અધ્યાત્મના રંગે રંગાયેલા શ્રીમદ્દનું લક્ષ્ય પરમાર્થ પ્રત્યે એવું તો પ્રબળપણે કેન્દ્રિત થયું હતું કે તેઓ સંપૂર્ણપણે આત્મમય બની ગયા. તેમને અહોરાત્રિ આત્મસ્વરૂપની લગની લાગી. શુધ્ધ જ્ઞાયક સ્વરૂપ સાથેની ઐકયતા વધતી ગઈ. વિશુધ્ધ ચેતનાના સતત સહવાસથી અવિનાશી આત્માનો પ્રચંડ આવિર્ભાવ થયો. ૧૯૪૭ની સાલમાં શુધ્ધ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. ચિત્તની શુદ્ધતા અને એકાગ્રતા ધરાવતા શ્રીમદ્જીને ધ્યાનમાં પ્રવેશ અને પ્રગતિનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 80