Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ મહારાજશ્રીનું મૂળ નામ ત્રીભવનદાસ હતું. તેમના પૂ. પિતાશ્રીનું નામ માનસંગ હતું અને માતુશ્રીનું નામ ઝવેરબા હતું. તેઓ પોતે ચાર ભાઈઓ હતા. જેમાં સૌથી મોટાભાઈ (1) શ્રી કાનજીભાઈ (2) શ્રી. હીરાભાઈ (3) શ્રી. ભાઈચંદભાઈ અને સૌથી નાના (4) શ્રી ત્રીવનદાસ પોતે હતા, - બાળપણથી જ એમનો સ્વભાવ ધર્મપ્રેમી હતો અને હમેશાં વાત, નિયમ, અને અધ્યયન તરફ જ ઢળેલો હતો. તેમનું મન ઉંમરના વધવા સાથે ધર્મ, અને વૈરાગ્ય પ્રત્યે વધુ અને વધુ નમતું ગયું, યોગ્ય વય થતાં માતાપિતા અને સંબંધીઓના અત્યંત આગ્રહ હોવા છતાં પણ તેઓશ્રી લગ્ન ગ્રંથીથી જોડાયા ન હતા, ધર્મ અને તપશ્ચર્યા પ્રત્યે અથાગ પ્રેમ હોવાથી અને સંસાર પ્રત્યે નિર્વેદ પ્રગટો હોવાથી તેમને સંસાર અસાર જણાયે, આવા અસાર સંસારના ત્રિવિધ તાપમાં તપવા કરતાં, સંયમી સાધુ જીવન ગુજારી મનુષ્ય જીવનની સાર્થકતા સાધવા બ્રહ્મચારી રહેવું પસંદ કર્યું. . ધીમે ધીમે સાધુ જીવનને અનુભવ મેળવી તેઓશ્રીએ આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વર મહારાજના હસ્તક વિ. સં. ૧૯૬૭ના મહા સુદી ૧૧ના રોજ ૨૨મા વર્ષની જન્મ તિથીએ જ મહારાજશ્રી દાનવિજયજીના નામથી દીક્ષા ગ્રહણ કરી.. - બાળપણને ધર્મ અને જ્ઞાન પ્રત્યેની ભાવના મોટપણે તપશ્ચર્યા રૂપે પ્રગટ થઈ અને તેઓશ્રીની દીનચર્યા તપશ્ચર્યામાં જ પસાર થતી, તેઓશ્રીએ 2 વખત માસ ખમણ (માસ માસના ઉપવાસ) 16 દિવસના ઉપવાસ 8 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust