Book Title: Prekshadhyana Leshya Dhyana Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 7
________________ વ્યકિતના બધાજ ભાવોનું રૂપાંતર થઈ જાય છે અને વ્યક્તિ ધરમૂળથી બદલાઈ જાય છે. જયારે ભાવ બદલાઈ જાય છે, ત્યારે ભાવની પાછળ ચાલનાર વિચાર આપમેળે જ બદલાઈ જાય છે. જયારે વિચાર બદલાઈ જાય છે, ત્યારે વિચારની પાછળ ચાલનાર વ્યવહાર આપોઆપ બદલાઈ જાય છે. વ્યક્તિત્વનું રૂપાંતર સ્થૂળ-શરીરની સીમામાં થઈ શક્યું નથી, તે થઈ શકે છે વેશ્યાની ચેતનાના સ્તર પર. હવે પ્રશ્ન થાય છે કે આપણે વેશ્યાની ચેતનાના સ્તર પર પહોંચવું કેવી રીતે? ક્યા માધ્યમથી પહોંચવું કે જેથી આપણું વ્યક્તિત્વ રૂપાંતરિત થાય? આપણે આ યાત્રાનો સ્થૂળ-શરીરથી જ પ્રારંભ કરવો પડશે. આપણે રંગોની સહાય લેવી પડશે. રંગો આપણા વ્યકિતત્વને ખૂબ પ્રભાવિત કરે છે. તે વ્યક્તિત્વ પર જેટલો પ્રભાવ પાડે છે તેટલો પ્રભાવ બીજું કોઈ પણ પાડી શકતું નથી. રંગ સ્થળ વ્યક્તિત્વને પણ પ્રભાવિત કરે છે અને સૂક્ષ્મ વ્યક્તિત્વને પણ પ્રભાવિત કરે છે, તે તેજસ-શરીર અને વેશ્યા તંત્રને પણ પ્રભાવિત કરે છે. રંગોનું અખંડ સામ્રાજય છે. તે છેક કર્મ-શરીર સુધી પોતાનો પ્રભાવ પાડે છે. આગળ-પાછળ ચારે બાજ રંગો જ રંગો છે. જો આપણે રંગોની ક્રિયાઓ અને તેમના મનોવૈજ્ઞાનિક પ્રભાવોને સમજી લઈએ તો વ્યક્તિત્વના રૂપાંતરમાં આપણને ખૂબ મોટી મદદ મળી શકે છે. જો કૃષ્ણ વેશ્યા હોય, કાળા રંગના પરમાણુઓ નિરંતર ખેંચાઈ રહ્યા હોય, તો વ્યક્તિના ભાવો ખરાબ બની જાય છે. તે હજાર વાર એવો નિશ્ચય કરે, રાજનીતિના પાઠ વાંચે, ઉપદેશ સાંભળે છતાં પણ જયારે પ્રસંગ આવશે ત્યારે તે એવી વાત કરી બેસશે, જેના પર તેનું કોઈ નિયંત્રણ નહીં હોય. કાળા રંગના પરમાણુથી બનેલા ભાવો વ્યક્તિને સંચાલિત કરી રહ્યા છે. તે ભાવો વિચારો પર અસર કરે છે. વિચારો વ્યવહારમાં ઉતરે છે. વ્યક્તિ ઇચ્છે કે ન ઈચ્છે, તે અભદ્ર વ્યવહારમાં ઉતરે છે, વ્યક્તિ ઈચ્છે કે ન ઈચ્છે, તે અભદ્ર વ્યવહાર કરી જ બેસે છે. અલબત, વ્યકિતના મનમાં પાછળથી વિચાર આવે કે તેણે આવું નહોતું કરવું જોઈતું. " જયાં સુધી આ કાળા રંગના પરમાણુઓ, નીલા અને કાપોત રંગના પરમાણુઓ, આકર્ષિત થયાં જ કરે છે અને તે વેશ્યાતંત્રને પ્રભાવિત કર્યા કરે છે, ત્યાં સુધી વ્યક્તિનો વિચાર હોય કે ન હોય, તે તેવો વ્યવહાર ઇચ્છે કે ન ઇચ્છે, પરંતુ તેવો વ્યવહાર થઈ જ જવાનો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68