Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ જીવોમાં તે નથી હોતું. જે પ્રાણીઓમાં કરોડરજજુ હાડકાં (કચેરુ) હોય છે, સુષુમ્મા (Spinal cord) હોય છે, મસ્તિષ્ક હોય છે - તેમનામાં મન હોય છે. જે કરોડરજજુવાળા પ્રાણીઓ (વર્ટિબેટ) હોય છે તે મનવાળાં હોય છે. જે કરોડરજજુરહિત (ઇનવર્ટિબેટ) હોય છે તે મન વગરનાં હોય છે. પરંતુ “અધ્યવસાય”બધાં જ પ્રાણીઓમાં હોય છે. આપણે મસ્તિષ્ક અને મનને ખૂબ મહત્વનું સ્થાન આપી દીધું, પરંતુ આપણા જ્ઞાનનો સૌથી મોટો સ્રોત છે - અધ્યવસાય. સૌથી પ્રથમ સ્થાન છે ચૈતન્યનું, જે કેન્દ્રમાં છે. પછપાવે છે કષાયનું તંત્ર અને તે પછી આવે છે અધ્યવસાયનું તંત્ર. અહીં સુધી સ્થૂળ શરીરનો કોઈ સંબંધ હોતો નથી. ફક્ત કર્મ-શરીર અને તેજસ શરીરથી જ એ સંબંધ રહે છે. આ બંને શરીરો છે, પણ તેમનાં કોઈ પણ અવયવ - હાથ, પગ, મસ્તિષ્ક, સમ્મા નથી. ત્યાં બધું જ્ઞાન અધ્યવસાયથી થાય છે. તે માધ્યમ વિના અને અવયવો વિના થતું જ્ઞાન છે. આ સ્થૂળ શરીર વગર થનાર જ્ઞાનની સીમારેખા છે. તેનાથી ઉપર છે સ્થૂળ શરીરથી થનાર જ્ઞાનની સીમારેખા. અધ્યવસાય-તંત્રના સ્પંદનો આગળ વધીને સ્થૂળ શરીરમાં ઉતરે છે. ત્યાં સૌથી પ્રથમ મસ્તિષ્કના માધ્યમથી ચિત્તનું નિર્માણ થાય છે. હવે જ્ઞાન સ્થૂળ શરીરના અવયવોનો સહયોગ લઈને જ અભિવ્યકત થાય છે. લેશ્યા-તંત્ર - ગ્રંથિ-તંત્ર - કિયા-તંત્ર અધ્યવસાયનાં અનેક સ્પંદનો અનેક દિશામાં આગળ વધે છે. તે ચિત્ત પર ઉતરે છે. તેમની એક ધારા હોય છે - ભાવની ધારા. અધ્યવસાયની આ ધારા જે રંગથી પ્રભાવિત થાય છે, રંગના સ્પંદનોની સાથે જોડાઈને ભાવોનું નિર્માણ કરે છે, તે છે આપણું ભાવ-તંત્ર કે વેશ્યા-તંત્ર. જેટલા પણ સારા કે ખરાબ ભાવો છે તે બધા તેના દ્વારા જ નિર્મિત થાય છે. લેશ્વાતંત્ર આપણા સંચિત કર્મો કે સંસ્કારોનું ઝરણું છે. કર્મોના આ પ્રવાહને બહાર આવવાનું માધ્યમ છે આપણું અંત:સ્ત્રાવી ગ્રંથિ-તંત્ર (Endocrine system). જયારે લેયાથી ભાવિત અધ્યવસાયો આગળ વધે છે, ત્યારે તે પ્રભાવિત કરે છે આપણા અંત:સ્ત્રાવી ગ્રંથિતંત્રને. આ ગ્રંથિઓના શ્રાવો જ આપણા કર્મોના અનુભાગ રસાયણ બનીને ગ્રંથિ-તંત્રના માધ્યમથી હોર્મોનના રૂપમાં પ્રગટ થાય છે. આ હોર્મોનો રક્ત-સંચાર-તંત્ર દ્વારા નાડીતંત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68