Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 66
________________ ઉપર કોઇ પણ અસર થતી નથી, તેવી જ રીતે નિર્વિકલ્પ ચેતનામાં જીવનાર વ્યક્તિ પર ઘટનાઓની કોઈ અસર પડતી નથી. કોઈ પણ ઘટના તેને ખળભળાવી મૂકતી નથી. તે ઘટનાને સમજી લે છે, પણ ભોગવતો નથી. તે ફક્ત જ્ઞાતા જ રહે છે, ભોક્તા બનતો નથી. અમૂઢ ચેતના બીજું સુફળ એ મળે છે કે ચેતના અસંમોહની સ્થિતિમાં ચાલી જાય છે. તેમાં ફરી મૂઢતા પેદા થતી નથી. આ દુનિયામાં મૂઢતા પેદા કરનાર અનેક તત્ત્વો છે. વ્યક્તિ એક શબ્દ સાંભળે છે, એક રૂપ જુએ છે અને સમ્મોહિત બની જાય છે, તેની ચેતના સંમૂઢ બની જાય છે. એક વિચાર સામે આવી જાય છે અને તે સંમૂઢ બની જાય છે. ડગલે ને પગલે સમૂઢતાના કારણો પડેલા છે, તે તેમાં ફસાઈ જાય છે. બધાં જ સંમોહન વિકલ્પ ચેતનામાં જાગતા રહે છે. વિકલ્પ જાગે છે, સાથોસાથ મૂઢતા પણ જાગી ઊઠે છે. નિર્વિકલ્પ ચેતના પ્રાપ્ત થતાં ચિત્ત મૂઢ બનતું નથી, સંમોહન સમાપ્ત થઈ જાય છે. વિવેક ચેતના ત્રીજું સફળ એ મળે છે કે તેનાથી વિવેક-ચેતના જાગી ઊઠે છે. વિવેક ચેતનાના જાગરણથી સાધકમાં વિવેક શક્તિ વિકસિત થાય છે. તે જાણી જાય છે - આ છાશ છે અને આ માખણ, આ ખોળ છે અને આ તેલ, આ શરીર છે અને આ આત્મા, આ ચેતન છે અને આ અચેતન, આ અશાશ્વત છે અને આ શાશ્વત. આત્મા અને પુદગલનો સ્પષ્ટ ભેદ તેને સાક્ષાત્ થઈ જાય છે. આ વિવેક-ચેતના બહુ મોટી ઉપલબ્ધિ છે. વ્યુત્સર્ગ - ચેતના ચોથું સુફળ એ છે કે જયારે વિવેક-ચેતના પુષ્ટ થઈ જાય છે ત્યારે વ્યત્સર્ગની ક્ષમતા વધે છે, ત્યાગ અને વિસર્જનની શક્તિનો વિકાસ થાય છે. પછી છોડવામાં સંકોચ નથી થતો, ભલે શરીરને છોડવું પડે, ઇન્દ્રિય-વિષયોને છોડવા પડે, પરિવાર કે ધન છોડવું પડે. તેનામાં છોડવાની ક્ષમતા એટલી વધી જાય છે કે તે જયારે ઈચ્છે ત્યારે કંઇ પણ છોડી શકે છે. કોઈ મોહ રહેતો નથી. વ્યુત્સર્ગની ચેતના જાગવાથી સાધકને સ્પષ્ટ અનુભવ થઈ જાય છે કે હું ચૈતન્યમય છું, આ જ મારું અસ્તિત્વ છે. ચૈતન્ય સિવાયનું જે કંઈ જોડાયેલું છે તે 53 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68