Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 60
________________ શોધો માત્ર બીજાની વાત માનીને જ ન ચાલો. જયારે આ જાતે સત્ય શોધવાની વાત અંતધ્યેતના સુધી પહોંચી શકે, ત્યારે આપણે ધ્યાન દ્વારા અનુભવના તબકકે પહોંચી જઈશું. તે દિવસે આપણી આંતરિક મૂચ્છ અને વ્યવહારની સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અને આપણે સફળ અને આનંદમય જીવન જીવવા શકિતમાન બની શકશું. પ્રશસ્ત જીવન, પ્રશસ્ત મૃત્યુ ચેતનાના જાગરણનો પ્રથમ લાભ છે - તેનાથી વ્યવહાર સુંદર અને સ્વસ્થ બને છે. ચેતનાના જાગરણનો બીજો લાભ છે વ્યક્તિ સારું જીવન જીવી શકે છે અને સુંદર મૃત્યુ મેળવી શકે છે. જે વ્યક્તિ ચેતનાનું જાગરણ કરી શકતી નથી, ધ્યાનમાં જઈ શકતી નથી, તે ન તો સારું જીવન જીવી શકે છે કે ન તો સારી રીતે કરી શકે છે. જે સારી રીતે મરી શકવા સમર્થ નથી તે સારું જીવન કેવી રીતે જીવી શકે? જે માણસમાં જીવન પ્રત્યે આસક્તિ હોય છે, તેનું મૃત્યુ કદાપિ સારુ નથી હોતું. અને માણસ મૃત્યુથી ડરતો રહે છે તે સારું જીવન જીવી શકતો નથી. પ્રશસ્ત જીવન જીવવા માટે જરૂરી છે કે મૃત્યુનો ભય છૂટી જાય. પ્રશસ્ત મૃત્યુને ભેટવા માટે જરૂરી છે કે જીવનની આસક્તિ છૂટી જાય. ધ્યાન દ્વારા - ચેતનાના જાગરણ દ્વારા - આ બન્ને વસ્તુ પ્રાપ્ત થાય છે. જીવનની આસક્તિ છૂટે છે અને મૃત્યુનો ભય પણ નાશ પામે છે. આપણે ચેતનાની એ ભૂમિકા પર ચાલ્યા જઇએ છીએ, જયાં જીવન અને મૃત્યુ બને માત્ર સંયોગ છે એવી પ્રતીતિ થઈ જાય છે. કર્મ-તંત્ર અને ભાવ-તંત્રની શુદ્ધિ આપણે મૂર્છાને તોડવા માટે ચેતનાને જાગૃત કરીએ. આ જાગૃતિ વડે બે કાર્ય થશે: પ્રથમ કાર્ય થશે - કર્મ-તંત્રની શુદ્ધિ, અને બીજું કાર્ય થશે - ભાવતંત્રની શુદ્ધિ. ચેતના જ એક એવું શસ્ત્ર છે જેના દ્વારા આ બન્ને તંત્રોને ઠીક કરી શકાય છે, તેમની શુદ્ધિ કરી શકાય છે. પદાર્થ-પ્રતિબદ્ધતાથી મુક્તિ ચેતનાની જાગૃતિની વાત લેશ્યાને સમજયા વગર સમજી શકાતી નથી. જો આપણે ધ્યાનનો અભ્યાસ કરવા ચાહીએ, અધ્યાત્મનો વિકાસ કરવા માગીએ, અને અધ્યાત્મ દ્વારા સમસ્યાઓ ઉકેલવા માગીએ તો એ આવશ્યક બની રહે છે કે આપણી ચેતના વ્યાપક બને. ચેતનાને વ્યાપક બનાવવાનો અર્થ 47 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68