Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 59
________________ સ્વસ્થ અને સુંદર વ્યવહાર ધ્યાન કરનાર વ્યક્તિઓએ વ્યવહારની કદી ઉપેક્ષા કરી નથી. વ્યવહારની ઉપેક્ષા તો તેઓએ કરી છે જેમણે ધ્યાનનો કદી પણ અભ્યાસ જ નથી કર્યો. લોકોમાં એવો ભય છે કે ધ્યાનનો અભ્યાસ કરીશું તો વ્યવહાર તૂટી જશે અથવા વ્યવહાર તોડવો પડશે. જો ધ્યાન કરનાર વ્યવહારને તોડશે, તો તેઓ એ વ્યવહારને તોડશે કે જેની કોઈ જરૂરત નથી. સાચી વાત તો એ છે કે વ્યવહારમાં ગુંચવણો, સમસ્યાઓ અને મુશ્કેલીઓ એવા લોકોએ ઉત્પન્ન કરી છે જેમણે ‘અહીની સાધના કરી છે, ધ્યાનની સાધના નથી કરી. આજ સુધી કદી પણ એવો અનુભવ નથી થયો કે ધ્યાન કરનાર વ્યક્તિ દ્વારા કોઇપણ જગ્યાએ વ્યવહારનો લોપ થયો હોય, વ્યવહારનું ખંડન થયું હોય કે વિઘટન થયું હોય. તમે તે બ્રાન્તિઓને કાઢી નાખો, એ ભયને કાઢી નાખો કે જો ધ્યાનમાં લાગી જઈશું તો સામાજિક વ્યવહારનું શું થશે? જીવન-વ્યવહારનું શું થશે? સામાજિક જીવનમાં ધ્યાન કરનાર વ્યક્તિની કસોટી થાય છે - તેના વ્યવહાર, તેનાં ચરિત્રમાં. કોઈ વ્યક્તિ ધ્યાન કર્યા જ કરે અને તેનો વ્યવહાર ન બદલાય, ચરિત્ર ન બદલાય, તો માનવું પડે કે તેનું ધ્યાન માત્ર નશો જ છે. માત્ર આનંદ પ્રાપ્ત કરવો, માત્ર શાંતિ મેળવવી કે સંતોષ મેળવવો - તેમાં ધ્યાનની પરિપૂર્ણતા નથી. એ તો પ્રારંભિક વાતો છે. ધ્યાનની વ્યવહારિક કસોટી તો એ બનશે કે ધ્યાન કરનારનું જીવન બદલાય, તેનો વ્યવહાર અને તેનું ચરિત્ર બદલાય. જો આમ થાય તો સમજવું કે વ્યક્તિને ધ્યાનની પ્રાપ્તિ થઈ છે. એ પણ સત્ય છે કે સફળ જીવન જીવવા માટે, મૃદુ અને નિચ્છળ વ્યવહાર માટે, અધ્યાત્મ-ચેતનાની જાગૃતિ અતિ આવશ્યક છે. આંતરિક વિકાસ અને શક્તિના જાગરણ માટે, જ્ઞાનના અવરોધને નિવારવા માટે, અંતરાયની શિલાને તોડવા માટે અને મૂચ્છની દુર્ભેધ દિવાલને તોડવા માટે ચેતનાનું જાગરણ આવશ્યક છે. જીવન-વ્યવહારને સુખમય, કલહમુક્ત અને મૃદુ બનાવવા માટે પણ અધ્યાત્મની ચેતનાને જાગૃત કરવી જરૂરી છે. જે વ્યક્તિઓ ધ્યાનની સાધના માટે તત્પર થયેલ છે, તેઓ બધી જ બ્રાન્તિઓને પાર કરીને, ઉપસ્થિત થનાર તાર્કિક પ્રશ્નોમાં ન અટવાય તેઓ ખૂબ ઊંડા ઊતરીને સત્યનો સાક્ષાત્કાર કરે, અનભવને પ્રાધાન્ય આપે અને સચ્ચાઇનો જાતે અનુભવ કરે. તેમણે બીજાઓ પર સહેજ પણ આધાર ન રાખવો જોઈએ. તેમનું સૂત્ર હશે “અપ્પણા સચ્ચમેસેજજા પોતાની જાતે જ સત્યને 46. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68