Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ જયારે વ્યક્તિનું ચરિત્ર શુદ્ધ થાય છે ત્યારે તેનો સંકલ્પ આપોઆપ ફળે છે. ચરિત્રની શુદ્ધિના આધારે સંકલ્પની ક્ષમતા જાગૃત થાય છે. જેનું સંકલ્પબળ જાગી જાય છે, તેની કોઇપણ કામના અધૂરી રહેતી નથી. ચૈતન્યનું જાગરણ લેશ્યાનો સિદ્ધાંત જાગરણની પ્રેરણા છે. આપણે જાગીએ, જાગીએ ! મન દોડી રહ્યાં છે, મન પ્રત્યે જાગીએ, મનની ચંચળતા પ્રત્યે જાગીએ. હાથ હલી રહ્યો છે, હાથ પ્રત્યે જાગૃત થઇએ. આ વાત મહત્વની છે, પણ એટલી મૂલ્યવાન નથી. બહુમૂલ્યવાન વાત તો છે ભાવ પ્રત્યે જાગૃત થવાની, જે ભાવના કારણે આ મન વિહવળતા પેદા કરે છે, ઊડાઊડ કરે છે, મનનો ઘોડો દોડતો જ રહે છે. મન પ્રત્યે જાગૃત થવાથી મન સ્થિર નહીં થાય, હાથ પ્રત્યે જાગૃત થવાથી હાથ સ્થિર થશે નહીં. જે શકિત હાથમાં પ્રકંપન ઉત્પન્ન કરી રહી છે, મનને જે શકિત ચલાવી રહી છે, તે છે સઘળી ભાવની જ શકિત. ભાવતંત્રને જાગૃત રાખવાનો એક માત્ર ઉપાય છે - સતત જાગરૂકતા, અપ્રમાદ. આપણે આપણા અસ્તિત્વ પ્રત્યે. ચૈતન્ય પ્રત્યે જાગૃત બનીએ. મુચ્છિત ન બનીએ, આપણામાં શુન્યતા ન આવે. મૂચ્છ આવે છે ત્યારે તેની આપણને ખબર નથી પડતી. ઊંઘ આવે છે. આપણને ખબર નથી પડતી. ચેતનાને જગાડવા માટે - ધ્યાનને માટે, માદક દ્રવ્યોના સેવનની જરૂર નથી, જરૂર છે સતત જાગૃતિની. આપણે આપણા ચૈતન્ય પ્રત્યે જાગૃત રહીએ. મનને શૂન્ય બનાવીએ. મનની શૂન્યતાનો અર્થ એટલો જ થશે કે મનમાં કોઇપણ પ્રકારનો વિકલ્પ ન ઊઠે, ચૈતન્યની અનુભૂતિ સતત રહૃાા જ કરે. આ જ છે – વિચાર-શૂન્યતા, વિકલ્પ-શૂન્યતા. આ ભૂમિકાએ પહોંચ્યા પછી ચૈતન્યનું જાગરણ થશે, ત્યારે સાથોસાથ એક પ્રશ્ન પણ ઉદભવશે કે જયારે આપણે આ કર્મ-તંત્રથી પણ પાર ચાલ્યા જઈએ છીએ, જયારે આપણે આ બાહ્ય વ્યકિતત્વથી પણ ઉપર ચાલ્યા જઈએ છીએ, ત્યારે આપણા જીવનની યાત્રા કેવી રીતે ચાલશે? જીવન-વ્યવહાર કેવી રીતે ચાલશે? આપણે જીવનવ્યવહારમાં સફળ કેવી રીતે થઇશું? ભૂખનો પ્રશ્ન, પારસ્પરિક સહ્યોગનો પ્રશ્ન, ભોજનનો પ્રશ્ન, કપડાંનો પ્રશ્ન - આ પ્રશ્નો જયારે નગ્ન સત્ય બનીને આપણી સામે આવશે અને આપણે ભાવતંત્રની શુદ્ધિ કરવા બેસી જઈશું, ત્યારે શું જીવનમાં મુશ્કેલીઓ નહીં આવે? આ ધ્યાન આપણને શું અવ્યવહારુ નહીં બનાવી દે ? શું જીવનની સમસ્યાઓ ઉગ્ર બનીને આપણી સામે નાચવા નહીં લાગે ? આ પ્રશ્નો થવા સ્વાભાવિક છે અને તે પ્રત્યેક વ્યક્તિના મગજમાં અટવાય છે. 45 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68