Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ ચાહે છે. એટલા માટે તે ધર્મના શરણમાં આવે છે. ધર્મનું શરણ મળે અને કંઈ પણ બદલાય નહીં તો માનવું જોઈએ કે કયાંક કંઈ ખામી છે. યા તો ધર્મ નથી જડ્યો, યા વ્યક્તિ ધર્મને શરણે ગયેલ નથી. જે ધર્મનું સ્વરૂપ એવું હોય કે વ્યક્તિ જીવનભર ધર્મનું આચરણ કરે અને અંત સમયે હિસાબ મૂકે તો પરિણામ શૂન્ય નીકળે - જીવનમાં સહેજ પણ પરિવર્તન ન થયું હોય, ધાર્મિકતાનું કોઈ લક્ષણ પ્રગટ થયું ન હોય, તો આવી પરિસ્થિતિમાં જે માન્યતા બંધાય છે તે સ્વાભાવિક નથી લાગતી કે ધર્મ માત્ર પ્રિયતાની અનુભૂતિ કરાવે છે અને કોરું જ્ઞાન આપે છે, પણ માણસને બદલતો નથી. આ ફક્ત ધર્મની ચામડીની - બાહ્ય આવરણની સચ્ચાઈ છે, ધર્મના આત્માની સચ્ચાઈ નથી. આજની સૌથી મોટી સમસ્યા એ છે કે ધાર્મિક લોકોએ ચારિત્રનું અવમૂલ્યન કરી નાખ્યું છે અને ધર્મને રૂઢિજડ બનાવી દીધો છે. જે ધર્મ પ્રાયોગિક હતો તે આજે પ્રયોગ-શૂન્ય બની ગયો છે. જે અનુભવ દ્વારા પ્રાપ્ત થનાર તત્વ હતું, તેનાથી અનુભવને જ છૂટો પાડી દેવાયો છે. જે ધર્મની સાથે પ્રયોગ નથી, કંઈક નવું જાણવાની જિજ્ઞાસા નથી, નવાં તત્ત્વો શોધવાની અભીપ્સા નથી, તે ધર્મ રૂઢિજડ થઈ જાય છે અને ખાડામાંના પાણીની જેમ બંધિયાર બની જાય છે. જેની સાથે પોતાનો તો કોઈ અનુભવ જ હોતો નથી, ફકત સાંભળવા અને માની લેવાની જ વાત હોય છે, તે ધર્મ બહુ ભલું કરી શકતો નથી. ખરી રીતે તો પ્રયોગ અને અનુભવ જ ધર્મનો આત્મા છે. આ પ્રકારના ધર્મની સચ્ચાઈ એ છે કે જે ધાર્મિક હશે તે જરૂરથી બદલાશે. એ તો શક્ય જ નથી કે વ્યક્તિ ધર્મના શરણમાં જાય, ધર્મનું આચરણ કરે અને બદલાય નહીં. ધાર્મિક થવાનો અર્થ જ એ છે કે પરિવર્તનની યાત્રાએ નીકળી પડવું - રૂપાન્તરણ પ્રતિ પ્રસ્થાન કરવું. જેના જીવનમાં ધર્મ સિદ્ધ થાય છે તેના આચરણ અને વ્યવહારમાં ધર્મના લક્ષણો પ્રગટ થવા લાગે છે, ધર્મની યાત્રા શરૂ થાય છે અને ભાવ, વિચાર તથા વ્યવહારમાં તેજો વેશ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેગ્યાનાં લક્ષણો પ્રગટ થવા માંડે છે. વેશ્યાના પરિવર્તન દ્વારા જ જીવનમાં ધર્મ સિદ્ધ થઈ શકે છે. કૃષ્ણ. નીલ અને કાપોત એ ત્રણે લેગ્યાઓ બદલાઈ જાય છે અને તેજસ, પદ્મ અને શુક્લ એ ત્રણ વેશ્યાઓનું અવતરણ થાય છે. આપણી ગ્રંથિઓ શુદ્ધ થવા લાગે છે, ટેવોમાં આપમેળે જ પરિવર્તન થવા લાગે છે. જયારે તેમાં સ્વાભાવિક રીતે જ રૂપાન્તર શરૂ થઈ જાય છે, ત્યારે ટેવોને 48 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68