Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ પોષણ આપનાર કોઈ રહેતું નથી. કૃષ્ણ વેશ્યા શુદ્ધ થતાં થતાં નીલ વેશ્યા બની જાય છે, નીલ વેશ્યા શુદ્ધ થતાં થતાં કાપોત વેશ્યા બની જાય છે અને કાપોત લેશ્યા જયારે શુદ્ધ થાય છે ત્યારે તેનો વેશ્યા બની જાય છે. કૃષ્ણ લેગ્યામાં આવૃત્તિ વધારે અને તરંગો નાના હોય છે. નીલ શ્યામાં તરંગોની લંબાઈ વધી જાય છે અને આવૃત્તિ ઓછી થઈ જાય છે. કાપો લેશ્યામાં તરંગની લંબાઇ વધુ વધી જાય છે તથા આવૃત્તિ વધઓછી થઈ જાય છે. તેજો વેશ્યામાં આવતાં જ પરિવર્તન શરૂ થવા લાગે છે, પદ્મલેશ્યામાં વિશેષ પરિવર્તન થાય છે અને શુક્લ લેગ્યામાં પહોંચતાં જ આવૃત્તિ એકદમ ઓછી થઈ જાય છે, માત્ર તરંગની લંબાઈ જ રહે છે - એક જ તરંગ બની જાય છે. આ લેશ્યામાં આવતાં જ વ્યક્તિનું પૂરું રૂપાન્તર થઈ જાય છે. ચરિત્રની શુધ્ધિ સંકલ્પ-શક્તિનું જાગરણ લેશ્યા-ધ્યાનનો અભ્યાસ કરનાર વ્યક્તિ સ્થૂળ શરીરની સીમા પાર કરી સૂક્ષ્મ શરીરની સીમામાં પ્રવેશ કરે છે ત્યારે તેને ખબર પડે છે કે ક્યાં અને ક્યારે શ્વેત રંગ દેખાય છે, ક્યાં અને કયારે લાલ રંગ કે ચમકતો વાદળી રંગ દેખાય છે. પ્રશ્ન થશે - રંગ કેમ આવે છે? રંગોનું દર્શન શુભ લક્ષણ છે. તેનાથી એ પ્રતીતિ થાય છે કે મન સ્થિર થઈ રહ્યાં છે, વેશ્યા બની રહી છે. જેમ જેમ વેશ્યા શુદ્ધ થતી જશે તેમ તેમ આભામંડળ પવિત્ર બનતું જશે. જેમ જેમ આભામંડળ નિર્મળ થતું જાય છે, તેમ વ્યકિતનું ચરિત્ર શુદ્ધ થતું જાય છે. ચરિત્રપરિવર્તનનો મૂળ આધાર છે - લેક્ષાનું પરિવર્તન અને આભામંડળનું પરિવર્તન. - આ દુનિયામાં વ્યક્તિ પર અનેક રૂપ, રંગ વગેરે તત્વો આક્રમણ કરે છે અને તેના આભામંડળને વિચલિત કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જેનું ચરિત્ર શુદ્ધ હોય છે, ભાવધારા અને વેશ્યા નિર્મળ હોય છે, તેનું આભામંડળ સશક્ત હશે, તેના પર બીજાનો પ્રભાવ પડી નહીં શકે. તેના વિધુત-ચુંબકીય કિરણો અતિ શક્તિશાળી બની જાય છે. બાહ્ય આક્રમણોથી તે ભયભીત થતો નથી. તેનામાં એટલી ક્ષમતા હોય છે કે જે આવે છે - ટકરાય છે, તે પાછું ફરી જાય છે, અંદર પ્રવેશી શકતું નથી. એક ચારિત્રવાન વ્યક્તિને કોઈ અભિશાપ આપે તો પણ તેના પર કોઈ અસર થશે નહી. જયારે આભામંડળ નિર્મળ થાય છે, ત્યારે એવા પરમાણુઓનું વિકિરણ થાય છે કે આકર્ષણ પેદા થઇ જાય છે અને લોકો વગર બોલાવ્યે આવે છે. Jain Education International 44 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68