Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ વ્યક્તિના અંતરમનને, અવચેતન મનને અને મસ્તિષ્કને સૌથી વધારે પ્રભાવિત કરનાર છે - રંગ. બધા જ પ્રાણીઓના સ્વાચ્ય અને વ્યવહાર પર પ્રકાશ અને રંગોનો ગાઢ પ્રભાવ છે. સમસ્ત વનસ્પતિ-જગત માટે સૂર્યનો પ્રકાશ જીવનદાતા છે. મનુષ્ય તેમ જ અન્ય પ્રાણીઓની શારીરિક, માનસિક અને ભાવનાત્મક દશાઓ તથા આચાર - વ્યવહાર પર વિભિન્ન રંગોનો કેવો કેવો પ્રભાવ પડે છે - એ વિષયમાં પ્રાચીન તેમજ આધુનિક બંને વિજ્ઞાનમાં ઘણી બધી શોધ કરવામાં આવી છે, ઓગણીસમી શતાબ્દીના રંગ-ચિકિત્સકોનો એવો દાવો હતો કે વિભિન્ન રંગોવાળા કાચની શીશીઓના માધ્યમથી તૈયાર કરવામાં આવેલી ઔષધિઓ દ્વારા સામાન્ય કબજીઆતથી લઈને તંત્રિકાશોથ (નાડીતંત્રની કેશિકાઓ પર આવેલો સોજો) (meningitis મેનીન્જાઈટીસ) જેવી ઘાતક બિમારીઓ સુધીના રોગો મટાડી શકાય છે. તે યુગમાં આ પ્રકારના દાવાઓ લાંબા સમય સુધી પ્રતિષ્ઠિત ન થઈ શક્યા અને અંતે બદનામ પણ થયા. પરંતુ આ આધુનિક યુગમાં તેમને રંગ-ચિકિત્સા કે “પ્રકાશ જૈવિકી” (ફોટોબાયોલોજી) ના નામથી પુનર્જીવિત કરવામાં આવ્યા છે. અમેરિકાની “માસાયૂસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી” ના સુપ્રસિદ્ધ પોષણ-વૈજ્ઞાનિક ડો. રિચર્ડ જે. બુર્ટમેનના મત અનુસાર “શારીરિક ક્રિયાકલાપો પર સૌથી વધારે પ્રભાવ પાડનાર તત્ત્વોમાં આહાર પછી બીજો નંબર પ્રકાશનો છે” અનેક પ્રયોગો દ્વારા એ જાણી શકાયું છે કે વિભિન્ન રંગોનો વ્યક્તિના રકતચાપ, નાડી અને શ્વસનની ગતિ તેમ જ મસ્તિષ્કના ક્રિયાક્લાપો પર તથા અન્ય જૈવિક ક્રિયાઓ પર વિભિન્ન પ્રભાવ પડે છે. તેનાં પરિણામ રૂપે આજે અનેક પ્રકારના રોગોની ચિકિત્સામાં જુદા જુદા રંગોનો ઉપયોગ કરવા લાગ્યો નીલો (બ્લ) અને પારજાંબલી રંગ દરેક વર્ષે હજારોની સંખ્યામાં બાળકોને જન્મ નિર્ધારિત સમય પહેલાં થઈ જાય છે. આવા બાળકો ઘણું ખરું ઘાતક કમળાની બિમારીના શિકાર થઈ જાય છે. આવા બાળકોનો ઉપચાર પહેલાં મોટા ભાગે બહારનું લોહી ચઢાવી કરવામાં આવતો. હવે તેમનો ઉપચાર રક્તદાનને બદલે વાદળી પ્રકાશના કિરણોનાં સ્નાન દ્વારા કરવામાં આવે છે. 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68