Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ (૨) અથવા બંને હથેળીઓ ખોળામાં રાખો - જમણી ઉપર અને ડાબી નીચે. હાથને જમીન પર ના રાખો, કે હથેળીઓ ઊંધી ના રાખો. ઊભા ઊભા ધ્યાન કરતી વખતે સીધા ઊભા રહો, કરોડરજ્જુ અને ગર્દન સીધી રાખો, અક્કડપણું જરાપણ ન રાખો. બંને પગના પંજાને સરખા અંતરે રાખો, તથા તેમની વચ્ચે દસ સેન્ટીમીટરનું અંતર રાખો. બંને હાથને શરીરને બરાબર અડાડી, સીધા રાખો તથા હથેળીઓને શરીરની તરફ ખુલ્લી રાખો. બધી જ આંગળીઓ સીધી તથા નીચે જમીનની તરફ રહે તેમ રાખવી. બધી જ માંસપેશીઓને તદ્ન શિથિલ રાખો. જો જમીન પર બેસીને ધ્યાન કરવામાં કે ઊભા ઊભા ધ્યાન કરવામાં મુશ્કેલી હોય તો ખુરશી પર બેસીને ધ્યાન કરી શકાય છે. પાછળ ખુરશીનો ટેકો લીધા સિવાય કરોડરજ્જુ અને ગર્દનને સીધી રાખો, અક્કડપણું ન રાખો. બંને પગનાં પંજા પર ઉભા રહી શકાય તે સ્થિતિમાં એકબીજાના સમાનાન્તર તથા દસ સેન્ટીમીટરના અંતર પર રાખો. હાથની હથેળીઓને બેઠાં બેઠાં ધ્યાન કરવાની બે મુદ્રામાંથી કોઇપણ એક મુદ્રામાં રાખો. બેઠાં, ઊભાં કે ખુરશી પર બેસી રહીને ધ્યાન કરવામાં મુશ્કેલી હોય તો શરૂઆતમાં સૂતાં સૂતાં પણ ધ્યાન કરી શકાય છે. ચત્તા, પીઠના આધારે સૂઇ જવું, પગનાં બે પંજાની વચ્ચે એક ફૂટનું અંતર રાખવું. હાથને શરીરની સમાન્તર રાખી અડધો ફૂટ દૂર રાખવા. હથેળીઓ આકાશ તરફ ખુલ્લી રાખો તથા આંખો હળવી બંધ રાખવી. ધ્યાનની વિધિ પ્રથમ ચરણ કાર્યોત્સર્ગ (Relaxation)-પગથી માથા સુધી શરીરને નાનાં નાનાં ભાગમાં વહેંચી પ્રત્યેક ભાગ પર ચિત્તને કેન્દ્રિત કરી, સ્વત: સૂચન (Auto Suggetion) દ્વારા શિથિલતાનું સૂચન કરી આખાયે શરીરને શિથિલ કરવાનું છે. સમગ્ર ધ્યાન દરમ્યાન આ કાર્યોત્સર્ગની મુદ્રા જાળવી રાખવાની છે, તથા શરીરને વધારેમાં વધારે સ્થિર અને નિશ્ચલ રાખવાનો અભ્યાસ કરવો પડશે. (સમય લગભગ પાંચથી સાત મિનિટ.) 40 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68