Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ ૬. ભૂરો કે ઘેરો માટી જેવો રંગ - રોગગ્રસ્તતા ૭. કરમાયેલો કે નિસ્તેજ - મૃત્યુની નિકટતા રંગ-ચિકિત્સા સૂર્ય-કિરણ ચિકિત્સા કે રંગચિકિત્સા અનુસાર આપણા શરીરના પ્રત્યેક અવયવનો અલગ-અલગ રંગ છે. હૃદય, લીવર, આંતરડા વગેરે તથા રકત, અસ્થિ, માંસ, મજજા, સ્નાયુ વગેરે દરેકનો પોત-પોતાનો અલગ રંગ છે. એટલે સુધી કે આપણી સૂક્ષ્મ કેશિકાઓ પણ રંગીન છે. આપણી વાણી, વિચાર અને ભાવનાઓ પણ રંગીન છે. ટૂંકમાં કહીએ તો આપણું આખુંય શરીર રંગોનો એક પિંડ છે. આપણા શરીરના કોઈ પણ અંગમાં જયારે પણ રંગના સંતુલનમાં ખામી પેદા થાય છે, ત્યારે શરીરમાં કોઈ રોગ પેદા થાય છે. રંગ-ચિકિત્સા દ્વારા તે રંગને ફરીથી સંતુલિત કરી દેવામાં આવે તો રોગ દૂર થાય છે. સાત રંગો અને તેમનું વર્ગીકરણ લાલ, પીળો, નારંગી, વાદળી, રીંગણી, આસમાની અને લીલો - આ સાત રંગો પર આ ચિકિત્સા પૂર્ણ રીતે આધારિત છે. સગવડ માટે ઉપયુકત સાત રંગોને ત્રણ વર્ગોમાં વહેંચી નાંખ્યાં છે. પહેલા વર્ગમાં લાલ, પીળો અને નારંગી - જેમની પ્રકૃતિ ગરમ છે, બીજામાં વાદળી, જામલી અને આસમાની જેમની પ્રકૃતિ શીતળ છે અને ત્રીજા વર્ગમાં ફકત લીલો જેની પ્રકૃતિ મધ્યમ છે. સાધારણ રીતે કફ કે શરદીથી થનાર રોગોમાં પ્રથમ વર્ગની દવા, પિત્ત કે ગરમીથી થનાર રોગોમાં બીજા વર્ગની દવા તથા વાતજનિત રોગોમાં લીલા રંગની દવાનો પ્રયોગ કરવામાં આવે છે. ઔષધિઓનું નિર્માણ જે રંગની દવા બનાવવી હોય તે રંગની કાચની બાટલીમાં પીવાનું પાણી ભરીને ૬ થી ૮ કલાક સૂર્યના તાપમાં રાખી, સૂર્ય-કિરણોથી ભાવિત કરી દવા તૈયાર કરવામાં આવે છે, જે ચાર કે પાંચ દિવસ સુધી કામમાં લઈ શકાય છે. સાધારણ માત્રા ૨ ઔસ છે, જે દિવસમાં બે થી ત્રણ વખત આપવામાં આવે છે. પ્રથમ વર્ગની દવા ઘણું ખરું ભોજન પછી તથા બાકીની બે ભોજન પહેલાં લઈ શકાય છે. દવાઓનું મિશ્રણ પણ કરી શકાય છે. 21 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68