Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ પ્રરૂપિત કરી છે કે તેને બરાબર સમજીને જે આપણે તેનો પ્રયોગ કરીએ તો વ્યક્તિત્વના રૂપાંતરમાં કોઈ મુશ્કેલી નડતી નથી. વેશ્યાની શુદ્ધિ દ્વારા જ જીવનમાં ઘર્મ સિદ્ધ કરી શકાય છે. જયાર કુવા, નીલ અને કાપો - એ ત્રણ વેશ્યાઓ બદલાઈ જાય છે અને તેજસુ, પદ્ધ અને શુકલ એ ત્રણ વેશ્યાઓ અવતરિત થાય છે, ત્યારે પરિવર્તન ઘટિત થાય છે. વેશ્યાઓની શુદ્ધિ વગર જીવન બદલી શકાતું જ નથી. વેશ્યાઓ ફક્ત જાણવા માટે જ નથી, તે શુષ્ક તત્વજ્ઞાનની વાત નથી. તે બદલવાના સુત્રો છે. તે ગોખવાના સૂત્રો નથી. અભ્યાસના સૂત્રો છે. ધાર્મિક હોવાનો અર્થ જ એ છે કે પરિવર્તનની યાત્રાએ ચાલી નીકળવું, રૂપાંતર પ્રતિ પ્રસ્થાન કરી દેવું. અહીંથી તેજ-લેશ્યાની યાત્રા શરૂ થાય છે, અધ્યાત્મની યાત્રા શરૂ થઈ જાય છે. જયારે તેજસૂલેશ્યાની યાત્રાનો પ્રારંભ થાય છે ત્યારે અધ્યાત્મનાં સ્પંદનો જાગી ઊઠે છે. જયારે અધ્યાત્મનાં સ્પંદનો જાગૃત થાય છે, ત્યારે પરિવર્તન પોતાની મેળે શરૂ થઈ જાય છે. અધ્યાત્મનો આખોય માર્ગ રૂપાંતરની પ્રક્રિયાનો માર્ગ છે. આ પ્રક્રિયાનો એક અભ્યાસક્રમ છે. જે વ્યક્તિ આ અભ્યાસક્રમનો સ્વીકાર કરે છે, તે નકકી પોતાની વેશ્યાઓને બદલી કાઢે છે. તે કુષ્ણ, નીલ અને કાપો વેશ્યાઓનું અતિક્રમણ કરીને કે તેમને બદલીને તેજસુ, પદ્ધ અને શુક્લ વેશ્યાઓનાં સ્પંદનોના અનુભવોમાં ચાલ્યો જાય છે. ત્યાં ગયા પછી સ્વભાવમાં આપોઆપ પરિવર્તનનો પ્રારંભ થઈ જાય છે. આ છે આપણી સ્વભાવ-પરિવર્તનની પ્રક્રિયા અને એનું સાધન છે વેશ્યા-ધ્યાન. રાસાયણિક પરિવર્તન તપની સમૂળી પ્રક્રિયા, યોગની સમૂળી પ્રક્રિયા અને ધ્યાનની સમૂળી પ્રક્રિયા, આંતરિક રાસાયણિક-પરિવર્તનની જ પ્રક્રિયા છે. શકિતશાળી અને ગરિષ્ઠ ભોજન દ્વારા શરીરમાં ઝેરી (toxic) રસાયણો પેદા થાય છે, સંચિત થાય છે અને મનમાં વાસના કે વિકૃતિ પેદા કરે છે. આયંબિલ, ઉપવાસ, એકાંતર, પાંચ દિવસના ઉપવાસ, આઠ દિવસના ઉપવાસ - આ બધાં બાહ્ય તપના પ્રયોગો શરીરના આંતરિક રસાયણોમાં પરિવર્તન લાવે છે. આસન, પ્રાણાયામ અને અન્ય યૌગિક ક્રિયાઓ દ્વારા રાસાયણિક પરિવર્તન થાય છે. પ્રાયશ્ચિત્ત, વિનય, સ્વાધ્યાય વગેરે આત્યંતર તપશ્ચર્યાના પ્રયોગો દ્વારા પણ 29 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68