Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ ચૈતન્યના તરંગોની સાથે જયારે ક્રોધના તરંગો ભળે છે ત્યારે ક્રોધના અધ્યવસાયો બને છે. ત્યાં સુધી કેવળ તરંગો છે, ભાવ નથી. પછીથી તે તરંગો સઘન બનીને ભાવનું રૂપ ધારણ કરે છે, અર્થાત્ લેશ્યા તેનામાં પહોંચીને ભાવ બને છે. અને તરંગો નક્કર સ્વરૂપ ધારણ કરે છે. શક્તિ કે ઊર્જા પદાર્થમાં બદલાઇ જાય છે. તરંગનું સધન રૂપ છે ભાવ, અને ભાવનું સધન રૂપ છે ક્રિયા. જયારે ભાવું સઘન થઈને ક્રિયા બની જાય છે ત્યારે સ્થૂળ શરીરમાં પ્રગટ થાય છે. લેશ્યા-ધ્યાન દ્વારા કષાયના મંદીકરણની પ્રક્રિયાને ફરી ક્રોધના ઉદાહરણથી સમજીએ. ક્રોધ સ્થૂળ શરીરમાં પ્રગટ થતાં પૂર્વે તરંગાવસ્થામાં હોય છે, ત્યારે જ તેની શક્તિને ક્ષીણ કરવી પડશે. રંગોના ધ્યાન દ્વારા - શુભ લેશ્યા દ્વારા એવા તરંગોને ઉત્પન્ન કરવા પડશે જે ક્રોધને તરંગાવસ્થામાં જ નષ્ટ કરી શકે અથવા તેની શક્તિ, પ્રભાવ અને સક્રિયતાને ક્ષીણ કરી શકે. ક્રોધના તરંગો પણ ઊર્જાના રૂપમાં છે અને તેમને સમાપ્ત કરનાર તરંગો પણ ઊર્જાના સ્વરૂપમાં જ છે. નિસ્તરંગની દિશામાં પ્રસ્થાન ત્રણ સ્થિતિઓ છે: 1 ખરાબ વિચારો, 2 સારા વિચારો,૩ નિર્વિચાર. “ખરાબ વિચાર ” પણ એક તરંગ છે અને “સારા વિચાર ” પણ એક તરંગ છે. બંને તરંગો છે. બંનેમાં તરંગની દૃષ્ટિથી કોઇપણ અંતર નથી. પરંતુ એક તરંગ અને બીજા તરંગમાં ખૂબ મોટું અંતર હોય છે. સામાન્ય માનવી એવું માને છે કે આ સંસારમાં રંગ છે, રૂપ છે, ધ્વનિઓ છે, તાપ છે, બધું જ છે. પરંતુ એક વૈજ્ઞાનિક આવી ભાષામાં વિચારશે નહીં. વૈજ્ઞાનિક માટે આ દુનિયા નથી રંગમય કે નથી રૂપમય, નથી ધ્વનિમય કે નથી તાપમય. તેમને માટે તો આ જગત કાળ અને વિધુનો પ્રવાહમાત્ર છે, બધું જ વિમય છે. આવી સ્થિતિમાં સારૂં વિચારવું પણ વિધુતનો તરંગ છે અને ખરાબ વિચારવું પણ વિધ્નો તરંગ છે. વિચારવું, ચિંતન કરવું, પ્રવૃત્તિ કરવી બધું જ વિધુતુના તરંગો છે. જો આપણે નિસ્તરંગ તરફ જવા ઇચ્છતા હોઇએ, તરંગાતીત સ્થિતિમાં જવા માંગતા હોઇએ તો તેની આ પ્રક્રિયા હશે કે સૌથી પ્રથમ ખરાબ તરંગોનો નાશ કરી સારા તરંગોનું નિર્માણ કરીએ. સારા તરંગોનું નિર્માણ કર્યા સિવાય ખરાબ તરંગોનો નાશ કરી શકાતો નથી. જે રીતે ખરાબ ચિંતનથી વ્યક્તિ તરંગાતીત સ્થિતિથી દૂર ચાલી ગઇ હતી તે જ રીતે સારા ચિંતનથી તે તે દિશામાં પુન: આગળ જઇ શકે છે. જે કે સારા ચિંતનથી વ્યક્તિ તરંગાતીત અવસ્થામાં નથી પહોંચી શકતી, Jain Education International For Private &32sonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68