Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ પોતાના સંવેદનોને શુદ્ધ કરતો કરતો આગળ વધે છે, ભોકતા-સ્વરૂપને છોડે છે અને જ્ઞાતા-સ્વરૂપને પ્રાપ્ત કરે છે. જયાં ફક્ત જાણવાની વાત આવે છે, ત્યાં સંવેદના શુદ્ધ થઈ જાય છે, દષ્ટિ શુદ્ધ થઈ જાય છે અને જ્ઞાન પણ શુદ્ધ થઈ જાય અનુભવની સચ્ચાઈ ડો. ઇર્વિન શોપિંજર (Erwin Schrodinger) જેવા સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક કહે છે કે “આજ વૈજ્ઞાનિકો એ વિમાસણમાં પડેલા છે કે પદાર્થનો મૂળ કણ શું છે? પરંતુ આ કાંઈ બહુ મહત્વનો પ્રશ્ન નથી. વિજ્ઞાનની સામે સૌથી મહત્વનો પડકાર એ હોવો જોઈએ કે ચેતનનું અસ્તિત્વ છે કે નહીં? અને પદાર્થનું મન ચેતન છે કે અચેતન?” વર્તમાનમાં પદાર્થના વિષયમાં અનેક દૃષ્ટિઓ સ્પષ્ટ થઈ છે. પરંતુ ચેતનના વિષયમાં હજુ પણ ફક્ત વૈજ્ઞાનિકોમાં જ નહીં પણ ધાર્મિક લોકોમાં પણ અનેક ગુંચવાડા પ્રવર્તે છે. આજે ધાર્મિક લોકો આત્માના પ્રશ્નને શાસ્ત્રોના માધ્યમથી ઉકેલવા માંગે છે, તર્ક દ્વારા તેનું સમાધાન કરવા માગે છે, આત્માને વાડમય દ્વારા જાણવા ચાહે છે. એ કેટલો વિરોધાભાસ છે કે એક બાજ એમ કહેવામાં આવે છે કે આત્મા તસ્કૃતીત, પદાતીત અને શબ્દાતીત સત્ય છે: બીજી બાજુ આપણે તેને તર્ક, પદ અને શબ્દ દ્વારા પ્રાપ્ત કરવા માંગીએ છીએ! ચેતનને જાણવા માટેનો એક માત્ર ઉપાય છે - સ્વયંનો અનુભવ, પોતાના સંવેદનોનું નિર્મલીકરણ અને ઊર્વીકરણ. ધ્યાનના સાધકને માટે એ ઈષ્ટ છે કે તે “સ્વયં” આત્માને શોધે. તે ફક્ત શાસ્ત્રો પર કે માન્યતાઓ પર આધાર ન રાખે, પરંતુ સ્વયં શોધે. શાસ્ત્રોમાં લખ્યું છે કે આત્મા છે, પરંતુ તે એક શાબ્દિક સચ્ચાઈ છે, માન્યતા છે. ધ્યાનનો પ્રયોગ કર્યો. પોતાની આંતરચેતનાને જાગૃત કરી, સાક્ષાત્કાર કર્યો અને જાણ્યું કે આત્મા છે - ત્યારે તે સાધકની “પોતાની” સચ્ચાઈ બની જાય છે, અનુભવની સચ્ચાઈ બની જાય છે. ધ્યાન દ્વારા જ આપણે અનુભવની સચ્ચાઈ સુધી પહોંચી શકીએ છીએ. ધ્યાન સિવાય એવું કોઈ માધ્યમ નથી જે આપણને શાબ્દિક સચ્ચાઇથી હટાવી અનુભવની સચ્ચાઈ સુધી પહોંચાડી દે. પરિવર્તન અને રૂપાંતર વ્યકિતત્વનું રૂપાંતર અધ્યાત્મના આચાર્યોએ આત્મ-શોધનની પ્રક્યિાને એટલી સુંદર રીતે Jain Education International For Private 28rsonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68