Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ આવી ગયા છે. ૧૯૫૦માં તેમણે છોડ અને પ્રાણીઓમાં ભવિષ્યમાં આવનાર બિમારી - જેનું કોઈ પણ ચિહ્ન વર્તમાનમાં જોવામાં આવતું ન હતું -ના વિષયમાં આભામંડળના ફોટોથી નિદાન કરી બતાવ્યું હતું. કિર્લિયન દંપતિના કાર્યોના રિપોર્ટ જ ડો. નરેન્દ્રનને ૧૯૩૪માં આ ક્ષેત્રમાં કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા હતા. ડો. નરેન્દ્ર અને તેમના સાથી ડોક્ટરો અને ટેકનીશિયનોએ સાથે મળીને ઉપરોકત સાધનનો વિકાસ કર્યો. તેમાં રુણ વ્યકિતની આંગળીના આભામંડળના ફોટો આંગળીને એક પ્લેટ પર રાખીને લેવામાં આવે છે, જેને એક વિધુત માર્ગની સાથે દેવામાં આવે છે અને તેમના માધ્યમથી આભામંડળને પકડી લઇ શકાય છે, જેને કોઈ પણ મનુષ્ય પોતાની આંખો વડે જોઈ શકે છે. તે આભામંડળને પ્રકાશ-તરંગમાં બદલીને એક કેમેરા જેવા સાધન ' દ્વારા ફોટોગ્રાફિક કાગળ પર ઉતારી શકાય છે. તેના માટે રોગીને કોઇપણ પ્રકારની પૂર્વ તૈયારીની પણ જરૂરત હોતી નથી અને ન તેમાં રેકોર્ડિંગ દરમિયાન કોઈ પણ પ્રકારના વિકિરણોનું પ્રસારણ થાય છે. આભામંડળનાં રંગો અને રોગો ડો. નરેન્દ્ર કહે છે કે “જીવિત પ્રાણીમાંથી નીકળતું આભામંડળ ઉષ્મા પણ નથી કે ધ્વનિ પણ નથી. તે એક પ્રકારના તરંગોના રૂપમાં હોય છે. પરંતુ સ્વસ્થ અને અસ્વસ્થ, મૃત અને જીવિત, જીવંત અને નિર્જીવ વસ્તુઓના આભામંડળમાં નિશ્ચિત રીતે ભિન્નતા હોય છે. આભામંડળમાં જુદા જુદા રંગો હોય છે - લાલ, લીલો, પીળો, જાંબલી અને વાદળી. સફેદ અને કાળો રંગ તેમાં મળતો નથી. વર્તમાનમાં તો ફકત આંગળીઓના અગ્રભાગનાં આભામંડળો સુધીનો જ અભ્યાસ કરવામાં આવ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષ (૧૯૮૧ - ૧૯૮૪)માં સ્નાયવિક અવ્યવસ્થા, પેટની ગરબડ, સ્ત્રીરોગ વગેરે બિમારીઓવાળી ૯૩ર બિમાર વ્યક્તિઓનો ડો. નરેન્દ્રનની ટૂકડીએ અભ્યાસ કર્યો હતો. સ્નાયવિક (નાડીતંત્રીય) અવ્યવસ્થાના ભિન્ન પ્રકારના રોગીઓનાં આભામંડળો ચોકકસ પ્રકારના આકારવાળાં જણાયાં. આ રોગોમાં વાઇ રોગ, મસ્તિષ્કની ગાંઠ, મોંનો પક્ષઘાત જેવા રોગોનો સમાવેશ થાય છે. મશીન દ્વારા બિમારી આવતાં પહેલાં જ તે બિમારીની ભવિષ્યવાણી કરી શકાય છે. આ દષ્ટિથી આ સાધન ખૂબ જ ઉપયોગ સિદ્ધ થઈ શકે છે. વિશેષ તો કેન્સર જેવા રોગોની પણ પહેલેથી જ ખબર પડી શકશે અને તેનો ઉપચાર કરવાનું પણ શક્ય બનશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68