Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ પાછલી કેટલીક શતાબ્દીઓ દરમિયાન અનેક લોકોએ આભામંડળના અભ્યાસથી રોગોના નિદાન માટે કે સ્વાથ્ય અને પ્રાણશક્તિ માપવા માટે જુદા જુદા પ્રકારનાં સાધનોને કામમાં લીધાં છે, જેમાં સીધા-સાદા પણ ચમત્કારી ડંડા અને ફક્ત હસ્ત-સ્પર્શથી લઈને બહુમૂલ્ય મશીનો સુધીની સામગ્રીનો સમાવેશ થાય છે. પાછલાં કેટલાંક વર્ષો માં મદ્રાસની ગવર્નમેન્ટ જનરલ હોસ્પિટલના “ઇન્સ્ટીટયુટ ઓફ ન્યુરોલોજી” (સ્નાયુ - વિજ્ઞાન સંસ્થાન)માં ડોક્ટરોની એક ટૂકડીના નેતા ડો. પી. નરેન્દ્ર કિલિયન ફોટોગ્રાફીની ટેકનીકને વિકસિત કરીને આભામંડળના ફોટો લેવાના સાધનોનો વિકાસ કર્યો છે. અને તેના માધ્યમથી અનેક શોધો કરી છે અને કરી રહ્યા છે. અન્ય દેશોમાં પણ આ પ્રકારનું કાર્ય ચાલી રહ્યાં છે. - ઓગણીસમી શતાબ્દીમાં બેરોન વાન રાઈશનવાખ નામના વૈજ્ઞાનિક એવો દાવો કર્યો હતો કે તેણે મનુષ્ય પ્રાણી, વનસ્પતિ, ચુંબક વગેરેમાંથી નીકળનાર વિકિરણોની શોધ કરી છે તથા તેમને સંવેદનશીલ વ્યકિતઓ જોઈ પણ શકે છે. લગભગ ૧૯૪પમાં લંડનમાં સેન્ટ થોમસ હોસ્પિટલના એક કર્મચારી ડબલ્યુ જે. ત્નિરે એક એવું જ સાધન વિકસાવ્યું હતું. તે સાધનનું નામ ડાઇસ્થાનીન સ્ક્રીન” હતું. કિલ્ગરે પોતાના પુસ્તક “માનવ-વાતાવરણ” (Hurman - Atmosphere) માં એમ બતાવ્યું છે કે જીવિત પ્રાણીઓની ચારે બાજુ આભામંડળ હોય છે, જે જે કે ચર્મચક્ષુ દ્વારા જોઈ શકાતું નથી. સ્વસ્થતાની દશામાં અને રુણાવસ્થામાં તે જુદા જુદા પ્રકારનું હોય છે. આગળ વધતાં કેટલાક રાસાયણિક પરદાના માધ્યમથી સામાન્ય વ્યકિત પણ પોતાની આંખોથી આભામંડળ જોઇ શકે એ શક્ય બની શક્યું છે. એક અમેરિકન મહિલા જે.સી. ટ્રસ્ટે એક પુસ્તક લખ્યું છે - “એટમ અને ઓરા” (અણુ અને આભામંડળ). આ પુસ્તકમાં કાલ્પનિક તથ્યોનું સંકલન નથી, આભામંડળનાં ચિત્રો લીધાં છે અને છાપ્યાં છે. એ જ પ્રકારનું કાર્ય સોવિયત સંઘમાં કિલિયન દંપતી દ્વારા પણ કરવામાં આવ્યું છે. કિર્લિયન ફોટોગ્રાફી આભામંડળના ફોટો ખેંચવાની પધ્ધતિ છે. તેઓએ એવી વ્યકિતઓના આભામંડળના ફોટો ખેંચ્યા હતા કે જેમના હાથ કે પગ કાપી નાખવામાં આવ્યા હતા. આભામંડળમાં કપાયેલાં અંગના પણ ફોટો 18 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68