Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ છે કે પ્રકાશથી પ્રાપ્ત વિધુત-ચુંબકીય ઊર્જની થોડી માત્રા પણ આપણી એક કે એકથી વધુ તંત્રિકા-સંચારી (ન્યૂરો-ટ્રાન્સમીટર) - જે એક તંત્રિકાથી બીજી તંત્રિકા સુધી કે તંત્રિકાથી માંસપેશી સુધી સંદેશ પહોંચાડનાર રાસાયણિક સંદેશાવાહક છે - ને પ્રભાવિત કરે છે. પ્રયોગો દ્વારા એવા પ્રમાણો પણ પ્રાપ્ત થયાં છે કે જે પ્રકાશ આપણી આંખોની દષ્ટિપટલ પર અથડાય છે ને આપણી પિનિયલ ગ્રંથિમાંથી નીકળતા મેલાટોનિન નામના મહત્વપૂર્ણ સ્ત્રાવના સંશ્લેષણને પ્રભાવિત કરે છે, તે મોલાટોનિન નામનો હોર્મોન એક બીજા સેરોટોનિન નામના તંત્રિકા-સંચારિની ઉત્પાદન-માત્રાનો નિર્ણય કરવામાં સહાયક થાય છે. આભામંડળ આભામંડળ શું છે ? બે શબ્દ છે –એક છે ભામંડળ અને બીજો છે આભામંડળ. ખૂબ જ પ્રાચીનકાળમાં જગતના બધા જ ધર્મોમાં દેવી, દેવતા, સંત તેમ જ અવતારી પુરુષોનાં ચિત્રોમાં તેમના મસ્તકની ચારે બાજુએ એક પ્રકાશનું વર્તુળ, જેને ભામંડલ (Halo) કહેવામાં આવે છે તે બતાવવાની પરંપરા છે. ચિત્રોમાં તે મહાપુરુષોના મસ્તક પાછળ ગોળાકાર પીળા રંગનું એક ચક્ર જેવું જોવામાં આવે છે. તે દરેક વ્યક્તિમાં નથી હોતું, ફકત વિશિષ્ટ વ્યકિતઓમાં જ હોય છે. બીજું છે - આભામંડળ (Aura). જગતમાં પ્રત્યેક પદાર્થની ચારેબાજુ એક આભામંડળ હોય છે, પછી તે માનવ હોય, પશુ હોય કે પાન હોય કે પત્થર. પ્રત્યેક પદાર્થની ચારેબાજુ કિરણોનું એક વલય હોય છે. તે કવચ જેવું, સૂક્ષ્મ તરંગોની જાળ જેવું કે રૂના સૂક્ષ્મ જંતુઓના બૂહ જેવું હોય છે. ઉપર-નીચે, જમણે-ડાબે – આખા ય શરીરની ફરતું ચારે બાજુ તે ફેલાયેલું હોય છે. કોઈનું ત્રણ ફુટનું, કોઇનું પાંચ ફૂટનું અને કોઈનું સાત ફૂટનું, કોઇનું અત્યંત સુંદર અને આકર્ષક હોય છે, કોઈનું કુરૂપ અને ગ્લાનિ ઉત્પન્ન કરનાર હોય છે. કોઈનું આભામંડળ નજીક આવનાર વ્યકિતને શાંતિ આપે છે અને કોઈનું આભામંડળ ચિંતા કે દુર્ભાવનાથી ભરી દે દુનિયાની દરેક પદાર્થ - ચેતન કે અચેતન - પોતાના આકારમાં રશ્મિઓનું વિકિરણ કરે છે. એ રશિમઓ વિધુત-ચુંબકીય ઊર્જા કે તરંગોનાં Jain Education International 16 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68