Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ રંગની પરિભાષા સૂર્યમાંથી પ્રસારિત થનાર પ્રકાશ-તરંગો જયારે પદાર્થમાં થઈને પસાર થાય છે, ત્યારે પદાર્થની પોતાની વિશિષ્ટતાના કારણે એક વિશેષ તરંગ-દીર્ઘતા વાળા તરંગોને છોડીને બાકી બધા જ તે પદાર્થ દ્વારા શોષાઈ જાય છે. એ રીતે જયારે દૂર્વામાંથી પ્રકાશના તરંગો પસાર થાય છે ત્યારે દૂર્વાની વિશિષ્ટતાના કારણે જ લીલા રંગને સૂચિત કરનાર તરંગ-દીર્ઘતાને છોડીને બાકી બધી તરંગદીર્ઘતાવાળા તરંગો દૂર્વા દ્વારા શોષાઈ જાય છે (absorbed). આપણી આંખ સુધી ફકત તે જ તરંગો પહોચે છે, જેમની તરંગ-દીર્ઘતા લીલા રંગને સૂચિત કરે છે. અને એટલા માટે જ આપણને દૂર્વાનું ઘાસ લીલું દેખાય છે. - સુપ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિક અને નોબલ પુરસ્કાર વિજેતા પ્રો. સી. વી. રામને રંગની પ્રક્રિયા પર ખૂબ ઝીણવટપૂર્વક શોધ-કાર્ય કર્યું છે. ઉપરોક્ત કથનની પુષ્ટિ પ્રો. રામનના આ કથનથી થાય છે કે “સૂર્યના પ્રકાશમાં જે પદાર્થનો રંગ આપણને દેખાય છે, તે પદાર્થ ઉપર પડનાર સૂર્ય-કિરણોમાં વિધમાન સમસ્ત પ્રકાશ-તરંગોમાંથી જે દ્રવ્યનો પદાર્થ બનેલો છે તે દ્રવ્ય વિસરણ (diffusion)અને પ્રસરણ (scattering) પછી જે તરંગો આંખ સુધી પહોંચે છે તથા આંખ દ્વારા તેમનું સંશ્લેષણ થાય છે, તેમનાથી ઉત્પન્ન થાય છે કોઇપણ પદાર્થનો રંગ ત્રણ વાત પર આધારિત છે: (૧)આપતિત પ્રકાશની પ્રકૃતિ, (૨) પદાર્થ દ્વારા શોષિત પ્રકાશ અને (૩)વિભિન્ન રંગોના અનવશોષિત પ્રકાશ-કિરણો. આ ત્રણ કારણથી આંખ પર ઉત્પન્ન અનુભૂતિ જ પદાર્થનો રંગ છે. પારદર્શક અને અપારદર્શક વસ્તુઓ જયારે સફેદ પ્રકાશ કોઈ પણ પારદર્શી વસ્તુ પર પડે છે ત્યારે તેનો કેટલોક ભાગ વસ્તુ દ્વારા અવશોષિત થઈ જાય છે, થોડી માત્રામાં પરાવર્તિત થાય છે, પણ વધારે પડતો ભાગ સંચરિત (પસાર થઇ જાય છે. અપારદર્શક વસ્તુ પર પડતા પ્રકાશનો કેટલોક ભાગ પરાવર્તિત થઈ જાય છે, થોડો તેમાં પ્રવેશ કરે છે, જેનો કંઇક ભાગ પાછો ફરે છે અને બાકીનો ભાગ અવશોષિત થઈ જાય છે. અપારદર્શક વસ્તુનો રંગ આપતિત પ્રકાશની પ્રકૃતિ અને અવશોષિત પ્રકાશ પર આધારિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68