________________
: ૧ : લેશ્યા શું છે ? : આધ્યાત્મિક દષ્ટિકોણ અધ્યવસાય - તંત્ર
આપણું અસ્તિત્વ છે ત્તત્વોનો સંયોગ છે. એક છે ચેતન - જીવ, બીજું છે અચેતન - શરીર. કેટલાક લોકો ફક્ત શરીરને જ માને છે. તેઓ ચેતન કે જીવની સ્વતંત્ર સત્તાનો સ્વીકાર કરતા નથી. તેઓ અનાત્મવાદી છે. આત્મવાદી દર્શન આત્મા અને શરીરને ભિન્ન માને છે, બે માને છે, ચેતનના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કરે છે.
આત્મવાદી દષ્ટિબિન્દુને સમજવા માટે આપણે સ્થૂળ શરીરથી આગળ વધવું પડશે. જયાં શરીરવાદી દષ્ટિબિંદુ સ્થૂળ શરીર, ઇન્દ્રિય અને મન સુધી જઈ અટકી જાય છે, ત્યાં આત્મવાદી દષ્ટિબિંદુ તેથી આગળ વધીને સૂક્ષ્મ શરીર, અતિ સૂક્ષ્મ શરીર, ચિત્ત, અધ્યવસાય, કષાયવલય અને અંતમાં ચેતન તત્વ સુધી પહોંચી જાય છે.
આત્મવાદી દર્શન અનુસાર કેન્દ્રમાં એક ચેતન તત્વ છે - દ્રવ્ય આત્મા કે મૂળ આત્મા. તે કેન્દ્રની પરિધમાં અતિ સૂક્ષ્મ કર્મ-શરીર દ્વારા નિર્મિત કષાયનું વિલય છે. કષાયનું તંત્ર આત્મા પર પોતાનો અધિકાર કમાવીને બેસી ગયેલું છે. જો કે ચેતન તત્વ શાસકના સ્થાન પર છે, છતાં પણ કષાયતંત્રએટલું શક્તિશાળી છે કે તેની ઇચ્છા સિવાય શાસક કાંઈ પણ કરી શકતો નથી. ચૈતન્યની પ્રવૃત્તિ અંદનના રૂપમાં હોય છે. તેને બહાર કાઢવા માટે કષાય-વલયને પાર કરવું પડે છે. તેનું એક સ્વતંત્ર તંત્ર બની જાય છે. તે છે અધ્યવસાયતંત્ર. આ તંત્ર બીજા સૂક્ષ્મ શરીર – તેજસ શરીરની સાથે સક્રિય બની આગળ વધે છે. ન કષાયતંત્ર ગમે તેટલું શક્તિશાળી હોય છતાં પણ આત્મામાં એવી શક્તિ
છે કે જેનો પ્રયોગ કરીને તે કષાયનો નાશ કરી શકે છે. આ સ્થિતિમાં કષાયનું તંત્ર જો કે પૂરેપૂરું સમાપ્ત ન થાય, છતાં પણ તેની સ યતા ખૂબ જ ઓછી થઈ જશે અને પ્રભાવ ક્ષીણ થઈ જશે. પરિણામે જે અધ્યવસાયો બહાર આવશે, તે મંગલમય અને કલ્યાણકારી હશે. તેની વિસ્તૃત ચર્ચા આપણે આગળ કરીશું.' મન અને અધ્યવસાય
મન મનુષ્ય તેમજ અન્ય વિકાસશીલ પ્રાણીઓમાં જ હોય છે. બધા જ ૧ જુઓ : પ્રકરણ ત્રીજું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org