Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ ત્રણ અપ્રશસ્ત વેશ્યાઓએ જે વ્યકિતત્વનું નિર્માણ કરી રાખ્યું છે, તેને વિઘટિત કરવા માટે ત્રણ પ્રશસ્ત વેશ્યાઓ સક્ષમ છે, તે નવું જ વ્યક્તિત્વ બહાર લાવે છે. વૃત્તિઓનું ઉદ્ભવ સ્થાન આપણી વૃત્તિઓ ભાવ કે આદતો – આ બધાને ઉત્પન્ન કરનાર સશકત તંત્ર છે –લેશ્યાતંત્ર. જયાં સુધી વેશ્યાતંત્ર શુદ્ધ નથી હોતું ત્યાં સુધી આદતોમાં પરિવર્તન થઈ શકતું નથી. વેશ્યાતંત્રને શુદ્ધ કરવું જરૂરી છે. તેને શુદ્ધ કરવાની પ્રક્રિયાને સમજતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે અશુદ્ધિ ક્યાં ઉદ્ભવે છે અને કયાં પ્રગટ થાય છે. જો આપણે તે તંત્રને બરાબર સમજી લઇએ, તો તેને શુદ્ધ કરવાની વાતને સમજવામાં ખૂબ સરળતા થઈ જાય છે. ખરાબ ટેવોને ઉત્પન્ન કરનાર ત્રણ વેશ્યાઓ છે -કૃષ્ણ વેશ્યા, નિલ લેશ્યા અને કાપોત વેશ્યા. ક્રૂરતા, હત્યાની ભાવના, કપટ, અસત્ય બોલવાની ભાવના, છેતરપીંડી, ધોખાબાજી, વિષય-લોલુપતા, પ્રમાદ, આળસ વગેરે જેટલા પણ દોષો છે, એ બધા આ ત્રણ વેશ્યાઓમાંથી ઉત્પન્ન થાય છે. આપણા આ સ્થૂળ શરીરમાં આ વેશ્યાઓનાં સંવાદી સ્થાનો છે, જેમાં આ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. અધિવૃકક ગ્રંથિઓ (એડીનલ ગ્લેઝ) અને જનનગ્રંથિઓ (ગોનાઝ) – એ બંને ગ્રંથિઓ આ વેશ્યાઓના પ્રતિનિધિ કે સંવાદી સ્થાનો છે. આ ત્રણ લેશ્યાઓના ભાવ અહીં જ જન્મે છે. આપણે વર્તમાન વિજ્ઞાનની દૃષ્ટિ, યોગશાસ્ત્રની દૃષ્ટિ અને લેગ્યાના સિદ્ધાંતની દૃષ્ટિ, આ ત્રણે દષ્ટિઓથી વિચાર કરીએ અને તેની તુલના કરીએ. વર્તમાન વિજ્ઞાનની દષ્ટિ અનુસાર કામ-વાસનાનું સ્થાન છે - જનનગ્રંથિઓ (ગોનાઝ). ત્યાં કામવાસના ઉત્પન્ન થાય છે. અન્ય વૃત્તિઓનું સ્થાન છે – અધિવૃકક ગ્રંથિઓ (એડીનલ ગ્લવ્ઝ). ત્યાં ભય, આવેગ આદિ ખરાબ ભાવો ઉત્પન્ન થાય છે. યોગશાસ્ત્રની ભાષામાં ત્રણ ચક્રો છે –સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર અને અનાહત ચક્ર – જયાં આપણી બધી વૃત્તિઓ જન્મે છે. “એડ્રીનલ અને ગ્લેન્ડ્રુઝ” ને યોગશાસ્ત્રની ભાષામાં સ્વાધિષ્ઠાન ચક્ર અને મણિપુર ચક્ર કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68