Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ અને મસ્તિષ્કના સહયોગથી આપણા અંતર્ભાવ, ચિંતન, વાણી, આચાર અને વ્યવહારને સંચાલિત અને નિયંત્રિત કરે છે. આ રીતે ગ્રંથિ-તંત્ર આપણા સૂક્ષ્મ અધ્યવસાયતંત્ર અને સ્થૂળ શરીરની વચ્ચે “ટ્રાન્સફોર્મર” (પરિવર્તક)નું કામ કરે છે. અધ્યવસાયની અપેક્ષાએ તે સ્થૂળ છે અને શરીરની અપેક્ષાએ સૂક્ષ્મ છે. એ જ આપણા ચૈતન્ય અને શરીરની વચ્ચેની કહે છે, જે આપણી ચેતનાના અતિ સૂક્ષ્મ અને અમૂર્ત આદેશોને ભૌતિક સ્તર પર પરિવર્તિત કરે છે અને તેને મન તેમ જ સ્થૂળ શરીર સુધી પહોંચાડે છે. મન, વાણી અને શરીર-આ ત્રણેય ક્યિા-તંત્ર (યોગ-તંત્ર)નાં અંગો છે, ક્વિાન્વિતિનાં સાધનો છે, જ્ઞાનનાં સાધનો નથી. જ્ઞાન-તંત્ર, ચિત્તતંત્ર સુધી અને ભાવ-તંત્ર વેશ્યા-તંત્ર સુધીમાં સમાપ્ત થઈ જાય છે. આ બંનેના આદેશોને જ્યિાન્વિત કરવા માટે ક્લિા-તંત્ર સક્રિય થાય છે, જેનાં ત્રણ કર્મચારીઓ છે - મન, વાણી અને શરીર, મનનું કામ છે – સ્મૃતિ, કલ્પના અને ચિંતન કરવું. મનનું કામ જ્ઞાન પ્રાપ્ત કરવાનું નથી. મનનું કામ છે - ચિત્ત-તંત્ર અને વેશ્યા-તંત્ર તરફથી મળનાર આદેશોનું પાલન કરવું તેની પહેલાં બિચારા મનનું કોઈ સ્થાન નથી. નિષ્કર્ષની ભાષામાં - મૂળ છે ચૈતન્ય કે આત્મા. તેના પર પ્રથમ વલય છે કષાય-તંત્રનું ચૈતન્યનાં સ્પંદનો કષાયના વલયને પાર કરીને અધ્યવસાય રૂપે બહાર આવે છે અને તે વેશ્યા-તંત્રની સાથે મળીને ભાવધારારૂપ બની જાય છે. બીજું વલય છે યોગ-તંત્રનું યોગનો અર્થ છે –પ્રવૃત્તિ. મન, વચન અને કાયા યોગતંત્રના વિભાગો છે. તેમનું કામ છે પ્રવૃત્તિ કરવાનું. કષાય-તંત્ર અને યોગતંત્રની વચ્ચેની કડી છે ગ્રંથિ-તંત્ર અને નાડી-તંત્ર. આ રીતે – ૧ ગ્રંથિતંત્રના વિસ્તૃત વિવેચન માટે જુઓ : પ્રેક્ષાધ્યાન : ચૈતન્ય-કેન્દ્ર પ્રેક્ષા પૃષ્ઠ - ૧૨, ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68