Book Title: Prekshadhyana Leshya Dhyana Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 5
________________ આધ્યાત્મિક વિકાસની વાત જ નિરર્થક થઈ જશે. કોઈ મિથ્યા-દષ્ટિમાંથી સમ્યગૂ-દષ્ટિ, અણુવ્રતીમાંથી મહાવ્રતી, પ્રમતમાંથી અપ્રમત, સરાગમાંથી વીતરાગ થઈ શકશે જ નહીં. જે ધર્મ સ્વભાવ-પરિવર્તનની વાત સ્વીકારતો નથી, તે ધર્મ પોતાના અનુયાયીઓનો વિશ્વાસઘાત કરે છે, તેમનો વિકાસ કરી શકતો નથી. જે ધર્મગુરુ પોતાના અનુયાયીઓના સ્વભાવને બદલવાનો પ્રયત્ન નથી કરતો તેને પોતાના કર્તવ્ય પ્રતિ જાગરૂક કહી ન શકાય અનુયાયી બદલાવા ઇચ્છે અને ગુર તેને બદલવાની પ્રક્રિયા અને અભ્યાસક્રમ બતાવે; એવું થાય તો જ ધર્મની તેજસ્વિતા, ધર્મની વાસ્તવિકતા પ્રગટ થશે. આજના આ બૌધ્ધિક, તાર્કિક અને વૈજ્ઞાનિક યુગમાં આ પ્રશ્ન પર વધારે ઊંડાણથી ચિંતન કરવું જરૂરી છે. આજ હિંસા, વ્યભિચાર અને અન્ય અપરાધોનું જાણે પૂર આવી રહ્યાં છે. વિશ્વના સૌથી વૈભવશાળી દેશમાં જે ભારતથી અનેક ગણા અપરાધો થાય તો શું માનવું? એમ તો કહી જ ન શકાય કે ત્યાં અપરાધો અભાવ કે ગરીબીને કારણે વધી રહ્યા છે. નિષ્કર્ષ એ છે કે પદાર્થોની વિપુલતા કે અતિશયતાથી અપરાધો અટકાવી નથી શકાતા, મનુષ્યને બદલી નથી શકાતો. જરૂર છે અધ્યાત્મની દિશા તરફ પ્રયાણ કરવાની અને રૂપાંતરિત કરવાની. આ બિન્દુ પર પહોંચીને જ આપણે અપરાધ ઓછા કરી શકીએ, ખરાબ ટેવોને પણ બદલી શકીએ, તેમજ વ્યકિતત્વનું રૂપાન્તર કરી શકીએ. વેશ્યા-ધ્યાન દ્વારા આપણું સમગ્ર વ્યકિતત્વ બદલી શકાય છે. યુગપ્રધાન આચાર્યશ્રી તુલસી અને તેમના ઉત્તરાધિકારી યુવાચાર્યશ્રી મહાપ્રજ્ઞના સતત માર્ગદર્શન તેમ જ પરિશ્રમનું જ આ પરિણામ છે કે આજ હજારો લોકો આધ્યાત્મિક સાધનાના માર્ગ પર ચાલીને સમસ્યાઓથી મુકત જીવન જીવવાનો આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રેક્ષા-ધ્યાન-પદ્ધતિના રૂપમાં માનવજાતિને આ બે મહાન અધ્યાત્મ-મનીષિઓનું અનુપમ વરદાન પ્રાપ્ત થયું છે. અમને દઢ વિશ્વાસ છે કે આ સાર્વભૌમ અને સાર્વજનીન વિધિને સમજીને સાધના કરનાર પ્રત્યેક વ્યકિતને લાભ થશે જ. ડો. ચીનુભાઈ નાયક જેઠાલાલ એસ ઝવેરી સંયોજક, પ્રેક્ષાધ્યાન એકેડેમી ચેરમેન ૫૦, હરિસિદ્ધ ચેમ્બર, તુલસી અધ્યાત્મ નીડમ આશ્રમરોડ, અમદાવાદ - ૧૪. જૈન વિશ્વ ભારતી, લાડનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 68