Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ —: ભૂમિકા :— વ્યક્તિ કોઇવાર સારી પ્રવૃત્તિ કરે છે - સારું ચિંતન, સારી ભાવના, સારું કાર્ય; કોઇવાર વ્યક્તિ બૂરી પ્રવૃત્તિ કરે છે - દુષ્ટ ચિંતન, દુષ્ટ ભાવના અને દુષ્ટ કાર્ય. આ દ્વંદ્વ ચાલ્યા જ કરે છે. વિરોધી વાતો ચાલ્યા કરે છે. એક જ વ્યક્તિ કોઇ વખત સારી તો કોઇ વખત ખરાબ હોય છે, એવું કેમ હોય છે ? આપણું મન વારે વારે કેમ બદલાયા કરે છે? ભાવો, કેમ બદલાય છે ? વિચારો કેમ બદલાય છે ? ઘણી વખત એવું થાય છે કે વ્યક્તિ નિયંત્રણ ક૨વા ઇચ્છે છે, શુદ્ધિ કરવા ઇચ્છે છે, સંકલ્પ કરવા ઇચ્છે છે, સારો થવા ઇચ્છે છે, છતાં પણ તે તેવો થઇ શકતો નથી. ત્યાગ કરે છે, પ્રત્યાખ્યાન કરે છે, દૃઢ નિશ્ચય કરે છે, પરંતુ જે અંતરમાં બદલાવું જોઇએ તે બદલાતું નથી, જે આદત બનવી જોઇએ તે બનતી નથી. ત્યારે વ્યક્તિના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે આખરે આવું શા માટે ? મનોવિજ્ઞાને આ પ્રશ્નોનું સમાધાન કર્યું પણ તે સંતોષજનક નથી, પૂર્ણ સમાધાન નથી. એટલા માટે નથી કે તે પૂરી મંજિલને પાર કરી શક્યું નથી. પણ આ પ્રશ્નોનું સારું સમાધાન લેશ્યા-સિધ્ધાંત દ્વારા મળે છે. જો આપણે સ્નાયવિક સ્તર પર આ પ્રશ્નને સમાહિત કરવા ઇચ્છીએ તો તે નહીં થઇ શકે. સ્નાયવિક સ્તરની સાધના ફક્ત દમન સુધી જ લઇ જાય છે, રૂપાન્તર સુધી નથી લઇ જતી. જ્યાં સુધી આપણે રૂપાન્તરના સ્તર સુધી જાગૃત થતા નથી, ત્યાં સુધી ચિત્તવૃત્તિઓનું જાગરણ કરતા નથી, ચેતનાને ત્યાં સુધી જાગૃત નથી કરતા, ત્યાં ધ્યાન નથી કરતા, તો દમન થઇ શકે છે, પણ શોધન થઇ શકતું નથી. જયાં સુધી શોધન થતું નથી, રૂપાંતર નથી થતું લેશ્યા-ધ્યાન દ્વારા રૂપાંતરની પછી દમન સમાપ્ત થઇ જાય છે, કેમ કે રૂપાંતરિત વ્યક્તિ માટે દમનની જરૂર રહેતી નથી. વ્યક્તિત્વનું રૂપાંતર લેશ્યાની ચેતનાના સ્તર પર થઇ શકે છે. લેશ્યાઓ સારી બનશે તો વ્યક્તિત્વ બદલાઇ જશે. લેશ્યાઓ ખરાબ બનશે તો પણ વ્યક્તિત્વ બદલાઇ જશે. બંને તરફ બદલાશે, રૂપાંતર થશે. આ રૂપાંતર ભાવજગતમાં ઘટિત થાય છે, આ ભાવજગતની ઘટના છે, લેશ્યા-જગતની ઘટના છે. તે એક એવું સંસ્થાન છે, કારખાનું છે, જ્યાં બધું જ બદલાઇ જાય છે. ત્યાં ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 68