________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
પ્રવચન પરાગ અલગ અલગ ધર્મો છે. ખ્રિસ્તી ધર્મ છે, ઇસ્લામ પણ ઘર્મ છે, જૈન છે, બૌદ્ધ છે અને હિંદુ. એવા બીજા ઘણા ધર્મો છે. અલગ અલગ દર્શનો છે. ધર્મની ઘણી અલગ અલગ વિચારધારાઓ છે. આપણે મુંબઈ જવું હોય તો વિમાનમાં જઈ શકીએ, ટ નમાં જઈ શકીએ, હેલિકૉપ્ટર દ્વારા પણ જઈ શકાય, મોટર સાઈકલ. સાઈકલ અને બળદગાડીમાં પણ ત્યાં સુધી પહોંચી શકાય. એક જ સ્થળે પહોંચવાનું છે પરંતુ અલગ અલગ માધ્યમો દ્વારા. આપણું લક્ષ્ય એક છે, સાધનો જુદાં જુદાં.
ભગવાન મહાવીરે આ માટેનો શૉર્ટ-કટ બતાવ્યો છે. સુપરસોનિક જેટ જેવો આ રસ્તો છે. સંપૂર્ણ ત્યાગ કરીને, વિચારોથી મુક્ત બનીને તમે મોક્ષ માર્ગમાં ચાલ્યા જાઓ. સંસારમાં તમે ભટકવા માટે આવ્યા નથી, લક્ષ પ્રાપ્ત કરવા માટે આવ્યા છો. આ સંસાર, માનવજન્મ રખડવા માટે નથી. પરમાત્માએ કહ્યું છે કે સંસારમાં તમે યાત્રી બનીને આવ્યા છો. તમારે યાત્રાનું લક્ષ પ્રાપ્ત કરી લેવાનું છે. લક્ષ વગરનો વિહાર એ ભટકવાનું છે. લક્ષ સાથેનો વિહાર એ યાત્રા છે.
જુદા જુદા ધર્મો છે. જુદી જુદી વિચારધારાઓ. તમે જે ડેરીમાંથી દૂધ લાવો છો તે દૂધ સફેદ હોય છે. દૂધ દેવાવાળી ગાય કાળી, સફેદ, લાલ અને પીળી પણ હોય છે. પરંતુ દૂધ તો એક જ રંગનું હોય છે. ધર્મની ઉપર ભલે જુદાં જુદાં લેબલો લગાવવામાં આવે પરંતુ છેવટે તો બધાનું લક્ષ એક જ છે. ધર્મ તો એક જ છે પરંતુ તેના પરિચય અને માધ્યમો અલગ છે. લક્ષ એક છે પરંતુ રસ્તાઓ જુદા જુદા. ખ્રિસ્તી, ઇસ્લામ, હિંદુ, જૈન, બૌદ્ધ વગેરે જુદા જુદા ધર્મો છે. લેબલો છે. લેબલોની સાથે આપણે મતલબ નથી. અંદર માલ કેવો છે તેનું જ મહત્ત્વ છે. તે આત્માને માટે ઉપયોગી છે કે નહીં. એમાં મોક્ષ દેવાની તાકાત છે કે નહીં? તે મારા આત્માને શુદ્ધ કરી શકશે કે નહીં. આ દૂધ પાણીની મિલાવટવાળું તો નથી ને? ધર્મમાં પણ અત્યારે ભેળસેળ શરૂ થઈ ગઈ છે. કેટલાક કહેવાતા અવતારી પુરુષો ધર્મનો ધંધો લઈને બેસી ગયા છે. તે તમને શાંતિ આપી શકવાના નથી. કારણ કે તેમાં સત્ત્વ નથી. તમને એમ લાગશે કે દૂધ પીધું છે પરંતુ તેનાથી તાકાત ઊભી નહીં થઈ શકે. કેટલીક વખત બહુ જ સહેલો અને સરળ રસ્તો અપનાવી લેવામાં આવે છે પરંતુ આ બહુ ઉપકારી નથી. આપને માત્ર સંતોષ થશે કે મેં બહુ મોટો ધર્મ કરી નાખ્યો પરંતુ તેનો અર્થ સરશે નહીં. આપણે તો દૂધની પરીક્ષા કરવાની છે કે તે ચોખ્યું છે કે ભેળસેળવાળું. અંદર કોઈ મિલાવટ તો નથી ને ? આટલી જાણકારી જો હાંસલ થઈ જાય તો પ્રશ્નનું સમાધાન એની મેળે થઈ જશે. ધર્મ એક છે પરંતુ તેનો પરિચય જુદી જુદી દૃષ્ટિથી કરવામાં આવેલો છે. ચોખાના એક દાણાને દબાવવાથી બધા ચોખાનો પરિચય થઈ જાય છે. એક આત્માના ધર્મનો પરિચય સ્વયંમાં થઈ જાય તો બધા ધર્મોમાં જે સત્ય છે તે ગ્રહણ થઈ જાય અને પરમ સત્યને પામી શકાય.
સંત તુલસીદાસ પાસે કેટલાક લોકો આવ્યા અને પૂછ્યું : સ્વામીજી, ધર્મ કોને કહેવો એ વાત સમજાવો. તુલસીદાસે કહ્યું : ““થ પંથ સર્વ ગત વો વાત
For Private And Personal Use Only