________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯
પ્રવચન પરાગ
મૌનથી સંઘર્ષ દૂર ચાલ્યો જાય છે. જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. આત્મચિંતન માટે મૌનથી બળ મળે છે.
“અખાણ વોસિરામિ' આનો અર્થ છે – સંસારમાંથી મુક્તિ. આત્માનું વિસર્જન કરવું. સંસારથી રાજીનામું. કાયાને ભૂલી જવી.
બોલતાં પૂર્વે વિચારવું જોઈએ; સમજવું જોઈએ. મૌનથી સમજવા માટે યા વિચારવા માટે અવકાશ મળે છે.
ટૉલસ્ટૉયે કહ્યું છે : Life of a man is a field of battle'.
માનવજીવન યુદ્ધનું મેદાન, ત્યાં અશાંતિ છે. સાઘનાથી અશાંતિ નષ્ટ થાય છે. શાંતિ પ્રાપ્ત થાય છે.
જ્યાં કલેશ ત્યાં અશાંતિ, ત્યાં વૈચારિક મતભેદ અને અહંનો જન્મ, જ્યાં અહં પ્રવેશ કરે છે ત્યાં અજ્ઞાન અંધકાર વધે છે.
બોલવાથી ક્લેશ જન્મે છે – મૌનથી શાંતિ.
સાધકનું લક્ષ્ય સ્વ-ઘર તરફ હશે તો જરૂર તે સાધ્ય સુધી પહોંચી શકશે. ઘરનો અર્થ આત્મા. ઈદ્રિયોનો ધર્મ લડવાનો છે, સંઘર્ષ કરવાનો છે. આત્માને ઈદ્રિયોથી – તેના કારણે જન્મનારા કષાયોથી સ્વયં બચાવવાનો છે. સંસાર બળી જાય, પરંતુ તેમાં આત્મા ન દાઝે એનું ધ્યાન રાખવાનું છે.
સંઘર્ષનું નામ છે સંસાર. સંસાર-કષાય એ જ્વાળા છે. ક્રોધનો, ક્લેશનો જન્મ વાણીના અવિવેકથી થાય છે.
સાધનામાં પ્રવેશ કરવો છે તો પ્રથમ મૌનની ભૂમિકામાં પ્રવેશ કરો. અહંનું વિસર્જન કરો.
અહં પછી નાડાંની ભૂમિકા આવે છે. તેના પછી સવાલ જન્મે છે – કોડહં? હું કોણ છું ? એના ચિંતનમાં જ ચિંતન સમાપ્ત થશે. અંતમાં “સોડહં'ની ભૂમિકા આવશે. “સોડહં' એ પરમ મિત્ર છે, આપણો પરમાનંદ છે.
મિત્રને મળવા માટે એક વ્યક્તિ ગઈ. એણે દરવાજા પર ટકોરા માર્યા. અંદરથી અવાજ આવ્યો – કોણ ? મિત્રે જવાબ આપ્યો, “હું છું.' અંદરથી કોઈ જવાબ ન આવ્યો. દરવાજો બંધ જ રહ્યો. ગને પાછું જવું પડ્યું. બીજે દિવસે પણ આમ જ બન્યું. ફરી મિત્ર આવ્યો. મિત્ર મનમાં વિચાર કરે છે કે મિત્ર હોવા છતાં પણ અંદરથી જવાબ કેમ નથી આપતો? ચોથે દિવસે મિત્રએ જવાબ આપ્યો – “તું છો !' દરવાજો ખોલ્યો. આ જવાબ દાર્શનિક છે. મિત્રના જવાબમાં ભેદ ન રહ્યો. ભેદનું વિસર્જન થતાં જ સત્યના દરવાજામાં પ્રવેશ મળી ગયો.
“હું” ને પરમાત્માની મુલાકાત નથી થતી. અહંની ભૂમિકાનો નાશ થતાં જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે.
For Private And Personal Use Only