Book Title: Pravachana Parag
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 156
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચનપરાગ ૧૪૭ ગયો. તેણે કહ્યું : I know everything ! તો તેને એક લાખ રૂપિયા આપી, નોકરચાકરો સાથે ભારત મોકલ્યો. ઇંગ્લેન્ડના પ્રતિનિધિની જેમ તેનું સારું સન્માન થયું. તેને તેવા અહીં આવવાના આશયને જાણી તેને આગ્રા જવાનો પ્રબંધ કરાયો. અપૂર્ણ જ્ઞાની વિનાશ કરે છે. આગ્રા આવીને તેમણે તાજમહલ જોઈ લીધો. ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા. તેની જાણકારી માટે ત્યાં ઊભેલા એક આદમીને તેણે પૂછયું : “આને કોણે બનાવ્યો ? કયારે બનાવ્યો ? કેમ બનાવ્યો ?' તો તે ગ્રામીણ વ્યક્તિએ કહ્યું : “માલુમ નહીં સાહેબ.... બીજાને પૂછ્યું તો તે જ જવાબ મળ્યો. પછી તે જયપુર ચાલ્યા ગયા. ત્યાં પણ મહેલ જોયા. ત્યાં પણ પૂછવાથી તે જ જવાબ મળ્યો. આનાથી એણે સમજી લીધું કે આ દેશના મહાન ઈન્જિનિયર “માલૂમ નહીં સાહેબ' છે. એણે નોટ કરી કે The greatest Engineer of India is માલૂમ નહીં સાહેબ. દેલવાડા ગયાં ત્યાં પણ પૂછ્યું કે આ બનાવનાર કોણ છે – ત્યાં પણ જવાબ મળ્યો કે ‘માલુમ નહીં સાહેબ.' ગુજરાતમાં બરોડા ગયા. લક્ષ્મી વિલાસ પેલેસ જોયો. મહારાજની સવારી નીકળવાની જ હતી. તેના બોડીગાર્ડ યુનિફૉર્મમાં હતા. તે ચાર-પાંચ મેડલ લગાવીને ઊભો હતો. તેને પૂછયું : “Who is this જવાબ મળ્યો – “માલુમ નહીં સાહેબ.” તો તે અર્ધતસ (little Knowledge) પરદેશીએ માની લીધું કે “માલૂમ નહીં સાહેબ” આ જ છે. તે તેને મળવા ગયો. અને તેની સાથે વાતચીત કરવાનો આગ્રહ કર્યો. તેણે કહ્યું : No time ! કાલે આવજે.” તે સમજી ગયો કે આ આદમી બહુ જ કામનો છે. એટલા માટે તેની પાસે ટાઈમ નથી. તેણે ઇંગ્લેન્ડ સમાચાર મોકલી દીધા : 'I have found out the greatest engineer malum nahi Seb, he has given time to see him tomorrow.' બીજા દિવસે સવારે તે નીળ્યો. તે વખતે ગામના નગરશેઠ મરી ગયા હતા અને તેની સ્મશાનયાત્રા નીકળી હતી. શેઠ મોટો ઉપકારી હતો અને ઉધર હતો. ઘણા લોકો સ્મશાનયાત્રામાં આવ્યા હતા. તે અંગ્રેજે પૂછ્યું : “who is died (કોણ મરી ગયું ? જવાબ મળ્યો : માલૂમ નહીં સાહેબ.' એ સાંભળીને તે નિરાશ થઈ ગયો. ઓહ! Died. તેણે ટેલિગ્રામ દઈ દીધો : ''unliklly the greatest engineer of India epired inday. We are returning.' એટલા માટે જ્યાં સમ્યક જ્ઞાનનો પ્રયાસ થશે ત્યાં સંતોષ હશે. આપણે વિચારવું જોઈએ કે મારો શત્રુ કોણ છે? અને તેના પર પ્રભાવ કેવી રીતે પ્રાપ્ત કરવો? – આ સમજવું જોઈએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158