________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૨૧
અગર ભૂખ હશે, તરસ હશે તો તરત ચહેરા પર આકુળતા આવે છે.
કૉલેજમાં ૧૪ વર્ષનું બલિદાન દેવું પડે છે – પછી આપ ગ્રેજ્યુએટ બની શકો છો તો આત્માને સમજવા માટે આપે શો ત્યાગ કર્યો છે ? તમારા કલાસમાં જઈને, પ્રોફેસર પાસે આ વિષયમાં કાંઈક જાણ્યું, પછી તેને તમે દસ-બાર વાર, એક વિષય ભણાવનારને પૂછો છો. અને સમજીને ગ્રહણ કરો છો – અને પછી કોઈ પણ પ્રશ્નનો ઉત્તર દઈ શકો છો !
પણ આત્માના વિષયમાં કેટલી વાર ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો ? કેટલા સંત પુરુષોનો પરિચય કર્યો ? ચિંતનની ઊંડાઈ વિનાના ફક્ત બૌદ્ધિક પ્રદર્શન માટે જિજ્ઞાસા વિનાના પ્રશ્નોથી તૃપ્તિ થતી નથી. સ્વાશ્રય
તૃપ્તિ માટે કરેલા પ્રશ્નની જાણકારી સહજ હોય છે. તે જાણકારીને આત્મા સુધી પહોંચાડવી અને તેને સમજવી એ ખાલી ધર્મ નથી, તેને માટે વિચાર – ચિંતન કરી પછી આચરણમાં લાવવું એ ધર્મ છે.
ઘર્મ આપણને બહારથી કદી મળતો નથી, તેને માટે બહારથી કેવળ પ્રેરણા મળે છે.
ઘર્મક્રિયા દ્વારા આપણને ધર્મસાધનાનો પરિચય મળે છે. ચાલવું છે, સ્વયંને ચાલવું પડશે. જો કોઈ બીજું ચાલે તો તમે તમારા લક્ષ્ય સુધી નહીં પહોંચી શકો.
ખાવાનું ખાવું છે તો પોતે ખાવું પડશે. બીજા પાસેથી આપણને તૃપ્તિ મળતી નથી, અને તેનાથી પેટ પણ નથી ભરાતું...
તમે પોતે સાધના કરશો તો તૃપ્તિ મળશે. સ્વયં ચાલશો તો લક્ષ્ય સુધી પહોંચશો.
અગર આપના આચરણમાં ધર્મ ઊતરે છે અને પછી ધર્મ અત્યંત જાગ્રતાવસ્થામાં હોય તો તે સાકાર બનીને રહેશે. આપણો પરિચય જેમણે કર્યો નથી અને માત્ર જેવાથી જ ધર્મ પ્રાપ્ત કર્યો છે, એ માત્ર ધર્મનો ભાસ છે – ભ્રમ છે.
આગેસે ચલી આતી હૈ – એવી વાત છે.
જુમ્મા મસ્જિદમાં મુલ્લા નમાજ પઢવા ચાલ્યા ગયા. ત્યાં તેમને કોઈકની કોણી લાગી. તો તેમણે પોતાની પાસેનાને પોતાની કોણી મારી. તેમણે પોતાની પાસેનાને જ કોણી મારી હતી. પછી પાસેવાળો સમજ્યો કે આ પણ સમાજની એક વિધિ હશે. તો એણે પાસેનાને કોણી મારી. આમ કરતાં કરતાં છેલ્લી વ્યક્તિ સુધી આ વિધિ પહોંચી ગઈ. તો તે વખતે કોઈ બોલી ઊઠ્ય – કેમ ભાઈ, કોણી કેમ મારે છે? તો તેને જવાબ મળ્યો – આગે સે ચલી આતી હૈ.
For Private And Personal Use Only