________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
પ્રવચન પરાગ તે બોલ્યો : જહાંપનાહ, અગર ભૂલ નીકળી અને આપ ચોપડી ચાવવાની સજા કરો તો? હું તો વૃદ્ધ છું – આ ચોપડો ચાવીને ખાઈ શકું છું.
હેમુની બુદ્ધિ આવી હતી. હેમુ પર રાજાને વિશ્વાસ હતો. તેને પ્રધાનમંત્રી બનાવ્યો. ઘણા લોકોને આ વાત પસંદ નહોતી.
વિરોધીઓએ વિચાર્યું ઃ આ લોકો પાસે પૈસા ઘણા છે, જો ટેક્સ રૂપે લેવાય તો તિજોરી ભરાઈ જાય.
સુલતાને હુકમ કાઢ્યો : “મંદિર પર ટૅકસ, હિંદુઓ પર ટેકસ, હિંદુ જૈનો પર ટૅકસ.' સખત ટૅકસ તેમણે નાખ્યા – અને હુકમ કર્યો કે “જે નહીં. આપે તેને જેલમાં ધકેલવામાં આવશે.”
સંખ્યાબંધ લોકોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા. એવું ફરમાન કાર્યું કે માંસ ખાઓ ને નહીં ખાઓ તો શરીર-માથું જુદાં. તેમને ઘમતર કરવા મજબૂર કરાયા જેનાથી ચારે તરફ હાહાકાર મચી ગયો.
હેમુ શ્રાવક હતો. સદાચારી હતો. મહાવીરનો પરમ ઉપાસક હતો. આ બધું જોઈને તેનું કોમળ હૃદય દુઃખના સાગરમાં ડૂબી ગયું. પ્રાણ આપીને બીજાનો પ્રાણ બચાવવો તે ધર્મ છે. તેનું રક્ષણ કરવું કર્તવ્ય છે. પરોપકારનું કાર્ય કોઈ પણ હાલતમાં ચાલુ રાખવું જોઈએ. તેવો વિચાર હેમુએ કર્યો.
શુભ આશયથી કોઈ પણ કાર્ય આરંભ કરે તો તેનું અંતિમ ફળ બહુ ઉત્તમ મળે છે. બેચાર વર્ષ પૂર્વે આ કિસ્સો અખબારમાં આવ્યો હતો.
દાહોદથી રતલામ જતા રસ્તે આડાવાડ નામનું સ્ટેશન આવે છે. સિગ્નલમેન સિગ્નલ દેવા માટે નીકળ્યો. સામેથી ગાડી પૂરી ગતિથી આવી રહી હતી. તે રસ્તે એક માલગાડી હતી. જે સામેથી આવનારી ગાડીની લાઈન ન બદલાય તો ભયંકર અકસ્માત થાય ને હજારોના જાન જાય.
સિગ્નલ દેવા માટે તે બાર ઉપર જોરથી હાથ કસીને, પગની નીચે દબાવીને તેને નીચે કરાતો હતો. 1. દરરોજની જેમ તે ત્યાં ગયો. જ્યાં પગ રાખવાની જગ્યા હતી ત્યાં એક ભયંકર કોબરા નાગ બેઠો હતો. હવે શું કરવું? એટલો સમય પણ નહોતો કે તેને ત્યાંથી દૂર કરાય. થોડો જ વિલંબ અને હજારોનાં મૃત્યુ ! તરત જ વિચાર કરી લીધો કે મારા એકના મરવાથી હારોના જાન બચી જશે. એવું વિચારીને નાગ પર પગ રાખી દીધો ! સિગ્નલ ઑન કરી દીધો. પાટો બદલાઈ ગયો અને ટ્રેન નીકળી ગઈ. હજારોના જાન બચી ગયા અને ભયંકર અકસ્માત થતો અટકી ગયો !
“કરુણાભાવની અસર શું થઈ?” અહિંસક પરમાણુની હિંસક પ્રાણી પર અસર થઈ ગઈ. સર્પનો ક્રોધ શાંત થઈ ગયો. કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ ન થયો. અને તે નાગ ચૂપચાપ નીકળી ગયો.
For Private And Personal Use Only