Book Title: Pravachana Parag
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 151
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૨ પ્રવચન પરાગ ચોપડીમાં કોઈ ભૂલ આવી જાય તો તે તે જ ચોપડી તે મંત્રીને તરત જ ચાવીને ખાવાની ફરજ પાડતો. Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી સ્થિતિ ઘણાંની થઈ હતી. એટલા માટે કોઈ પણ એ પદ લેવા માટે તૈયાર નહોતું. ચોપડી ચાવવી પડતી હતી. ઊલટી થતી હતી. બેચેની થતી હતી, પરંતુ સજાની મતલબ સજા ! સુપ્રીમકોર્ટ ! હેમુ શ્રાવક તો મહાજનના પુત્ર હતા. એવા શ્રાવકમાં બુદ્ધિ પરંપરાગત હોય છે. દિલ્હીના મુલ્લા સુંલતાનના કાન ભંભેરવા લાગ્યા. આવા ઉચ્ચ સ્થાન પર એક કાફર ! સુલતાન ઃ તે હરામનો પગાર નથી ખાતો. પોતાની હોશિયારી અને બુદ્ધિનો પગાર ખાય છે. મુલ્લા : તો શું અમે ઓછી અક્કલવાળા છીએ ? સુલતાન ઃ એ તો ખુદા જાણે. તેને કાઢી મૂકાય તો મારી સ્થિતિ રાવણ જેવી થઈ જાય. મુલ્લા : નહીં થાય, આપ અમને કાંઈ પણ પૂછો. તેનો ઉત્તર અમે ખૂબ સુંદર આપીશું. તો સુલતાન બોલ્યા : બતાવો ! એવું કયું કામ છે, જે હું કરી શકું છું પરંતુ ખુદા ન કરી શકે ? મુલ્લા તો ચક્કરમાં પડી ગયા. તેમણે મહિનાની મુદત માગી અને બાદશાહે જાય તો ફકીર અને મરે તો પીર આપી. તે ઉત્તર શોધવા માટે ઘણી જગ્યાએ ફર્યા. પરંતુ આનો ઉત્તર ક્યાંથી મળે ? બધા મસ્જિદમાં એકઠા થઈ ગયા. કુરાનમાં તો આવું ક્યાંય લખ્યું નથી. આખરે એવો નિર્ણય લેવાયો કે બાદશાહને બતાવવું કે કુરાન વિરુદ્ધ કોઈ પણ ઉત્તર ન દેવાય. જો એવું થાય તો ખુદાના દરબારમાં ગુનેગાર ઠરીએ. આવે તો અમીર સીધો હિસાબ મુસલમાનોમાં ! મુલ્લા આવી ગયો ને બોલ્યો ઃ જહાંપનાહ, ગુનો માફ કરો. ખુદા વિરુદ્ઘ ઉત્તર દઈએ તો ખુદા કદી પણ માફ ન કરે. સુલતાન : અરે ! ચાંદનીચોકમાંથી કોઈ પણ મહાજનના છોકરાને પકડીને લાવો – તે જવાબ આપશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158