________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૪૩ સિપાહીઓ ગયા. ચાંદની ચોકમાંથી એક સોળ વરસના મહાજનના છોકરાને પકડીને લાવ્યા.
છોકરાએ રાજદરબારમાં આવીને પૂછ્યું: “મારું શું કામ પડ્યું? શા માટે મને બોલાવાયો?
સુલતાન : એક પ્રશ્ન છે : એ બતાવ કે જે ખુદા નથી કરી શકતા, પરંતુ સુલતાન કરી શકે છે. એવી કઈ વાત છે?
છોકરો : આ તો બહુ સાધારણ પ્રશ્ન છે. આનો જવાબ કોઈ પણ દઈ શકે છે.
મુલ્લા તો આશ્ચર્યચકિત થઈ ગયા. તે બોલ્યા : “ જો ખુદા વિરુદ્ધ કોઈ જવાબ દઈશ તો પરિણામ સારું નહીં હોય !”
જૈન ધર્મ કોઈ ધર્મની આલોચના નથી કરતો. છોકરો બોલ્યો : જહાંપનાહ, ખુદા બધું કરી શકે છે પણ એક વાત નથી કરી
શકતા.
સુલતાન : ને તે શું?
છોકરો : આખું જગત – પાતાળ, સ્વર્ગ ખુદાનાં છે. લેશમાત્ર એટલી જગ્યા નથી જ્યાં ખુદા ન હોય.
સુલતાન : બરાબર. સર્વ ખુદાનું છે.
છોકરો : પરંતુ ખુદા કોઈને દેશની બહાર નથી કાઢી શકતા. એને દેશમાંથી કાઢી મોકલે ક્યાં ? આ વાત ખુદા નથી કરી શકતા તે આપ કરી શકો છો - આપ કોઈને પણ દેશબહાર કાઢી શકો છો.
સુલતાન : કહો મુલ્લાજી, આ વાત કુરાનમાં છે કે નહીં? મુલ્લા : જી હા જહાંપનાહ!
હેમુ કુશાગ્ર બુદ્ધિશાળી. અતિપ્રભાવશાળી, બાદશાહના કોઈ પણ સવાલનો જવાબ તે સમાધાનકારક દઈ શકતા હતા..
હેમુને ઘણાએ સલાહ આપી કે બાદશાહની નોકરી – રાજા, વાજા ને વાંદરા જેવી. તો તેની નોકરી ન કરવી.
બજારનો સમય થઈ ગયો “હિસાબ રાખનારો બહુ ડરપોક હતો. હેમુએ તેને કહ્યું : તું ઘઉંની જાડી રોટી બનાવી નાખ. તેના પર પૂરા વરસના જમા-ખર્ચ લખી નાખજે. એને સાથે લઈને જજે. ચોપડો ખાવાનો જ્યારે સમય આવે તો રોટી ખાઈ જજે.” તે જ પ્રકારે તેણે કર્યું.
હિસાબનીસને મોટી રોટી સાથે આવેલો જોઈ સુલતાન આશ્ચર્યચકિત થઈ ગયો. તેમણે પૂછ્યું: આ શું છે?
For Private And Personal Use Only